આજથી બોનસ એપિસોડનું પ્રસારણ
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ
- Advertisement -
પ્રાઇમ વીડિયોની ધમાકેદાર સીરીઝ ‘મિર્ઝાપુર’ની ત્રીજી સીઝન 5 જુલાઇથી શરૂ થઇ હતી. આ સીઝન આવતા જ છવાઇ ગઇ હતી. ‘ગુડ્ડુ ભૈયા’ના રોલમાં ફરી એકવાર અલી ફઝલે ધાક જમાવી તો ગોલુ ગુપ્તા એટલે કે શ્ર્વેતા ત્રિપાઠીના કામણ પણ ઓછા નથી.
આ બધાની વચ્ચે ફેન્સને મુન્ના ભૈયાની કમી ખટકી, હવે મિર્ઝાપુરના બોનસ એપિસોડને લઇને એક ખબર બહાર આવી છે. હવે સ્વયં ‘મુન્ના ભૈયા’ એટલે કે દિવ્યેન્દુ શર્માએ આ સીરીઝની જાહેરાત કરી છે. ‘મિર્ઝાપુર’ના બોનસ એપિસોડમાં ફરી મુન્નાભૈયા દાદાગીરી કરતા જોવા મળશે.
દિવ્યેન્દુએ રિલીઝ વીડિયોમાં કહ્યું, અમે ગયા તો, બબાલ મચી ગઇ, સાંભળ્યું છે કે ફેન્સે મને મિસ કર્યો. સીઝન-3માં જે વસ્તુઓ આપે મિસ કરી છે તેને શોધીને અમે લાવ્યા છીએ, જસ્ટ ફોર યુ મુન્ના ત્રિપાઠીના સૌજન્યથી કારણ કે અમે પહેલા કરીએ છીએ, પણ વિચારીએ છીએ. ઉલ્લેખનીય છે કે, ‘મિર્ઝાપુર’નો બોનસ એપિસોડ આજથી શરૂ થઇ રહ્યો છે, તેમાં એ સીન બતાવવામાં આવશે જેને શૂટ બાદ ડિલીટ કરાયા હતાં.