પ્લોટિંગ વેચાણના બાકી નીકળતાં રૂા. 71.33 લાખનો ચેક રિટર્ન થયો
ફરિયાદીને ચેક રિટર્નની જાણ કરતાં ધ્રુવરાજસિંહે ધમકી આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં રહેતાં કાંતિલાલ ગોરધનભાઈ ભીમાણીએ મુંદ્રા તાલુકાના ગુંદાલા ગામે જમીન ખરીદી હતી. તે જમીનનું વેચાણ કરવા બિનખેતી કરાવી પ્લોટીંગ પાડવામાં આવ્યા. આ સમય દરમિયાન ધ્રુવરાજસિંહે કાંતિલાલનો રૂબરૂ સંપર્ક કરી 1 વારના રૂા. 1000 લેખે જમીનનું વેચાણ કરવાનું નક્કી કર્યું હતું. આ વેચાણમાંથી થતા નફામાં 33% કાંતિલાલને 66% ધ્રુવરાજસિંહને અને બાકી રહેતાં 1%ની રકમ સામાજિક કાર્યમાં ઉપયોગ કરવાનું સંમતિથી લેખિતમાં નક્કી થયું હતું.
જમીન બિનખેતી કરી પ્લોટીંગ પાડતાં 64 પ્લોટ થયા હતા. પરંતુ ઝડપી વેચાણ અને સારા ભાવ મળે તે માટે ધ્રુવરાજસિંહે સબપ્લોટીંગ કરાવવાનો આગ્રહ રાખતાં 64માં 30 પ્લોટ કરાવ્યા હતા. આ માટે રીવાઈઝ પ્લાન હુકમ મેળવવાની જવાબદારી ધ્રુવરાજસિંહે લીધી હતી ત્યારે ધ્રુવરાજસિંહના સંપર્કમાં આવેલા મૂળ હૈદરાબાદના રહેવાસી કંડગલયા સુદર્શન સુમનને પ્લોટ વેચવાનું નક્કી કરતાં કાંતિલાલ 1 વારના રૂા. 1651 લેખે વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો જેમાં 72 લાખ સાટાખત સમયે અને 80 લાખ 8 હજાર ચેકથી તેમજ 13.50 લાખ આંગડીયા મારફતે કાંતિલાલને ચૂકવી આપ્યા હતા. કાંતિલાલના બાકી નીકળતાં રૂા. 57,50,432 ધ્રુવરાજસિંહે આપ્યા નહીં ઉપરાંત ધ્રુવરાજસિંહે રીવાઈઝડ પ્લાનના પણ પૈસા ન ચૂકવતા રૂા. 26,33,345 પણ કાંતિલાલને ચૂકવવા પડ્યયા હતા. આમ કુલ 83,83,777 રૂપિયા ધ્રુવરાજસિંહ પાસેથી કાંતિલાલને લેવાના નીકળતા હતા. તેની સામે ધ્રુવરાજસિંહે 25 લાખ 20 લાખ અને 26,33,345 એમ જુદા જુદા ત્રણ ચેક મળી 71,33,345 કાંતિલાલને આપ્યા જે ચેક બેંકમાં નાખતા રિટર્ન થતાં કાંતિલાલે ધ્રુવરાજસિંહને જાણ કરતાં મારી પત્ની અલ્પાબા ભાજપના મુંદ્રા શહેરના કોર્પોરેટર છે થાય તે કરી લેજો અને દોડવું હોય ત્યાં દોડી લેજો પાંચીયુ મળવાનું નથી તેવી ધમકી આપતાં કાંતિલાલ ધ્રુવરાજસિંહ સામે રાજકોટ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરાવ્યો છે.



