વેરો ન ભરનારાઓ સામે મનપાની લાલ આંખ
51 મિલકતોને ટાંચ-જપ્તીની નોટીસ ફટકારાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલની સૂચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2023-24ની રિકવરી ઝુંબેશની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં આજરોજ 36 મિલકતોને સીલ, 51 મિલકતોને ટાંચ-જપ્તી નોટીસ અને રૂા. 47.13 લાખની રિકવરી વેરા વસુલાત શાખા દ્વારા કરવામાં આવી છે.
શહેરના વોર્ડ નં. 3માં કૃષ્ણકુંજમાં 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 2.07 લાખ, કૈલાસવાડીમાં 1 યુનિટને, સદ્ગુરુ કોમ્પલેક્ષમાં 3 યુનિટને, ગાયકવાડી મેઈનરોડ પર 2 યુનિટને નોટીસ ફટકારી હતી. વોર્ડ નં. 4માં મોરબી રોડ પર આવેલ 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 1.84 લાખ, વોર્ડ નં. 6માં ભાવનગર રોડ પર આવેલા 3 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 1.31 લાખ, કબીર રોડ પર આવેલા 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 1.00 લાખ અને વોર્ડ નં. 7માં ઢેબર રોડ પર આવેલા 6 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 2.13 લાખ, ઢેબર રોડ પર આવેલા 8 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 3.16 લાખ, ઢેબર રોડ પર આવેલા 4 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.66 લાખ અને દિવાનપરા મેઈન રોડ પર આવેલા 1 યુનિટને નોટીસ, ઢેબર રોડ પર આવેલા 9 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 4.11 લાખ, ન્યુ જાગનાથમાં 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.37 લાખ, રઘુવીરપરામાં 7 યુનિટને નોટીસ, કરણસિંહજી રોડ પર આવેલા 2 યુનિટને નોટીસ સામે રિકવરી રૂા. 2.85 લાખ, યાજ્ઞિક રોડ પર આવેલા 1 અને સુભાષ રોડ પર આવેલા 1 યુનિટ સીલ કરવામાં આવ્યું તેમજ વોર્ડ નં. 8માં અમિન માર્ગમાં 2 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 10.18 લાખ, વોર્ડ નં. 10માં કાલાવાડ રોડ પર આવેલા 2 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.67 લાખ, વોર્ડ નં. 12માં વાવડી રોડ પર આવેલા 2 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 1.29 લાખ, વાવડી રોડ પર આવેલા 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 1.61 લાખ, વાવડી વિસ્તારમાં 2 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રૂા. 1.35 લાખની રિકવરી કરવામાં આવી હતી.
આમ આ સહિત વોર્ડ નં. 14, 15, 16 અને 18માં વેરો ન ભરનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને કુલ 3,59,684 મિલકત ધારકોએ 290.60 કરોડ વેરો ભર્યો છે. આ કામગીરી મેેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફિસર, તમામ વોર્ડ ટેક્ષ ઈન્સ્પેકટરો, આસિ. કમિશનર સમીર ધડુક તથા વી. એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.