By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    8 hours ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    9 hours ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    9 hours ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    9 hours ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    10 hours ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મૃત્યુ પછી પણ જીવન છે અને પછી પુનર્જન્મ : મૃત્યુ અંત નથી માત્ર અલ્પવિરામ છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મૃત્યુ પછી પણ જીવન છે અને પછી પુનર્જન્મ : મૃત્યુ અંત નથી માત્ર અલ્પવિરામ છે
રાજકોટ

મૃત્યુ પછી પણ જીવન છે અને પછી પુનર્જન્મ : મૃત્યુ અંત નથી માત્ર અલ્પવિરામ છે

Khaskhabar Editor
Last updated: 2020/08/16 at 12:18 AM
Khaskhabar Editor 6 years ago
Share
11 Min Read
SHARE

જગદીશ આચાર્ય

આત્મા અજર છે, અમર છે, અજન્મા છે એ સિદ્ધાંત અને એ સમજણ હિન્દૂ ફિલોસોફીનો પાયો છે.કૃષ્ણ ભગવાને ગીતામાં પણ એ જ બોધ આપ્યો હતો.આત્મા મરતો નથી,દેહ મરે છે. આપણે જેમ વસ્ત્રો બદલાવીએ છીએ એમ આત્મા શરીર બદલાવે છે.મૃત્યુ શરીર બદલવાની એ યાત્રાનો એક પડાવ માત્ર છે.આ સમજણ સાથે આપણે મોટા થયા છીએ.આ સમજણ આપણને ગળથુથીમાં મળી છે.અને એટલે આપણે ખૂબ સહજ ભાવે એ સ્વીકારી લીધું છે.પણ પશ્ચિમનું વૈજ્ઞાનિક મગજ એમ તે કેમ સ્વીકારે?અને એટલે ત્યાં આત્માના અસ્તિત્વ તથા મૃત્યુ પછીના જીવનના રહસ્યો શોધવા વૈજ્ઞાનિક ઢબે ખૂબ સંશોધનો કરવામાં આવ્યા છે.એ સંશોધનો અમે તેની ફલશ્રુતિ પર ચર્ચા કરતાં પહેલાં ભૂતકાળમાં બની ગયેલી કેટલીક ઘટનાઓ પર નજર નાખીએ. સોળમી સદીમાં રણજીતસિંહ પંજાબના રાજા હતા ત્યારે સ્વામી હરિદાસ નામના એક સાધુએ અદભુત પ્રયોગ કરી બતાવ્યો.એમના દેહ ઉપર સ્નિગ્ધ પદાર્થના લેપ કરી,કપડામાં વીંટાળી અને એમને જીવતે જીવ રણજીતસિંહના મહેલના પટાંગણમાં ઊંડા ખાડામાં સમાધી આપવામાં આવી.ફ્રાન્સ અને ઇંગ્લેન્ડના ડોક્ટરોએ સ્વામી હરીદાસની છાતીના ભાગમાં સીલ પણ માર્યા હતા.પાંચ મહિના બાદ એમને બહાર કાઢવામાં આવ્યા.એ જ ડોક્ટરોએ એમનું શરીર તપાસ્યું અને મૃત ઘોષિત કર્યા.ડોક્ટરો ડેથ સર્ટિફિકેટ લખતા હતા ત્યાં સ્વામી હરિદાસ આળસ મરડીને પૂન:જીવિત થયા.હજારો લોકો આ ઘટનાના સાક્ષી બન્યા હતા. સોળમી સદી તો બહુ દૂરની વાત થઇ,હજુ ગઈ સદીમાં જ દક્ષિણ ભારતના બ્રહ્મયોગી નામના સાધુએ લંડન,કલકત્તા અને રંગુનમાં ત્રણ વખત દશ દશ મિનિટ માટે ’મરી’ જવાના પ્રયોગ કરી બતાવ્યા હતા.દરેક પ્રયોગ સમયે જે તે દેશના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો અને તબીબો ઉપસ્થિત રહેતાં. સૂક્ષ્મતમ ઉપકરણો ગોઠવાતા. તબીબી વ્યાખ્યા મુજબના મૃત્યુના તમામ લક્ષણો સાબિત થયા બાદ તબીબો ડેથ સર્ટિફિકેટ લખતાં. અને બસ! ત્યાર બાદ બ્રહ્મયોગી જીવતાં થઈને ચાલી નીકળતા. આ બનાવના સાક્ષી બનનાર એક તબીબે લખ્યું હતું,’મૃત્યુ અંત નથી,માત્ર વિદાય છે.વિદાય લેનાર પાછું આવવાનું નથી જાણતો એટલે અમારે ડેથ સર્ટિફિકેટ લખવા પડે છે’. જેની અંતિમવિધિ થઇ ગઈ હોય એ વ્યક્તિ દેહ ધરીને હાઇ હેલ્લો કરી ગઈ હોય એવી અનેક ઘટનાઓ ઇતિહાસના પાને લખાઈ છે.ઈશુ ખ્રિસ્તે મૃત્યુ બાદ બે વખત સદેહે ઉપસ્થિત થઇ શિષ્યોને ઉપદેશ આપ્યો હતો.રામકૃષ્ણ પરમહંસે એમની વિદાયના બીજા દિવસે મા શારદામણીને દર્શન આપી વૈધવ્યના ચિન્હ ન ધારણ કરવા કહ્યું હતું. હિન્દૂ ધર્મશાસ્ત્રો અને ઋષિ પરંપરામાં તો આવી અનેક કથાઓ છે.સૌથી ઉલ્લેખનીય અને વિશ્વસનીય પ્રસંગો મહાન સંત લાહીરી મહાશયના છે.લાહીરી મહાશયે એમના મૃત્યુ બાદ કેશવાનંદ, પંચનાન બ્રહ્માચાર્ય અને સ્વામી પ્રવણાનંદ સમક્ષ સદેહે ઉપસ્થિત થઈને વાર્તાલાપ કર્યો હતો.પરમહંસ યોગનંદના ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગી નામના જગમશહૂર પુસ્તકમાં એ ઘટનાઓનું સવિસ્તર વર્ણન છે. રામકૃષ્ણ પરમહંસના પંથમાં સામાન્ય રીતે રહસ્યમય અને ચમત્કારિક ઘટનાઓનો બહુ ઉલ્લેખ નથી કરવામાં આવતો.પણ સ્વામી વિવેકાનંદના ગાઢ સાથી અને રામકૃષ્ણ પરમહંસના સીધા શિષ્ય સ્વામી અભેદાનંદજીના 11 પુસ્તકોના સંપૂટમાં આવી ચમત્કારિક ઘટનાઓનું તર્કબઘ્ધ અને વૈજ્ઞાનિક અભિગમથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે.અભેદાનંદજીએ અમેરિકામાં મૃતાત્માઓને બોલવવાના પ્રયોગોમાં ભાગ લીધો હતો ત્યારે તેમના દિવંગત ગુરુભાઈ બાબુ બલરામ બસુ સાક્ષાત પ્રગટ્યા હતા.બાબુ બલરામ બસુએ વાણી થી નહીં પણ માથું હલાવીને અભેદાનંદજીના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આપણે ત્યાં મૃત્યુ પછીના જીવન અંગે બહુ ગંભીર સંશોધન નથી થયું.તેનું એક કારણ એ છે કે આપણે તો માનીએજ છીએ કે મૃત્યુ પછી આત્મા સ્વર્ગલોક અથવા નર્કલોક માં જાય છે અને પછી પુનર્જન્મ લે છે.સ્વર્ગલોક અને નર્કલોક ઉપરાંત પણ આપણા શસ્ત્રોએ અન્ય અનેક “લોક”ની કલ્પના આપી છે.એ કલ્પનાને સાચી ઠેરવે એવી ઘટનાની ગવાહી લોસ એંજલ્સના ડો.એરિક પર્લના માતા લોઈસ પર્લ આપે છે.

- Advertisement -

લોઈસ પર્લ ગર્ભાવસ્થાની અંતિમ ક્ષણોમાં હોસ્પિટલમાં હતા.દર્દ અસયહ બની ગયું હતું.તબીબો મૂંઝાયા હતા.ત્યાં લોઈસ પર્લ અચાનક પોતાને શરીરથી અલગ મહેસુસ કરે છે.ત્યારબાદ તે અનેક “લોક”નિહાળે છે.એક લોકમાં તે અકસ્માત થી અચાનક મૃત્યુ પામેલા અથવા કાંઈક જરૂરી સંદેશો દેવાનું ચુકી ગયેલા કે પછી કોઈ મોટી જવાબદારી પુરી કરવામાંથી રહી ગયેલા આત્માઓઓને જોવે છે.  કર્મો મુજબ અલગ અલગ “લોક” માં વસતા આત્માઓને પણ તે નિહાળે છે.એ મહિલા એ અવસ્થામાં એટલો આનંદ અનુભવે છે કે જયારે તેને પૂન:શરીર ધારણ કરવાનું કહેવામાં આવે છે ત્યારે તેને ગમતું નથી.અંતે તે શરીરમાં ફરી પ્રવેશ કરે છે.નોર્મલ ડિલિવરી દ્વારા તેને પુત્ર જન્મ થાય છે.ભાનમાં આવ્યા બાદ એ મહિલાને પોતે જે જોયું અનુભવ્યું હતું તેની ધૂંધળી સ્મૃતિ રહી ગઈ હતી.એ પણ ભુલાઈ જાય તે પહેલા તેણે હોસ્પિટલમાંજ પોતાના પતિને એ બધી વાતો  લખી લેવા વિનંતી કરી હતી.આજે એ લખાણને એક દસ્તાવેજ ગણવામાં આવે છે.’ધ ટાઇમ્સ ઓફ અવર લાઇવસ’ નામની બુકમાં તેમના પુત્ર ડો.એરકે પોતાના  જન્મ સમયે થયેલી એ ઘટના વર્ણવી છે.મહત્વની વાત એ છે કે હોસ્પિટલના વર્તુળોએ એ વાત સ્વીકારી હતી કે એ મહિલાનું ’એક તબક્કે’ મૃત્યુ થઇ ગયું હતું.

મૃત્યુ એટલે શું? તબીબી માપદંડ અનુસાર હૃદયની ધડકનો બંધ થઇ જાય, બન્ને મગજ કામ કરતાં બંધ થઇ જાય અને શરીરમાં લોહી થીજી જાય તેને મૃત્યુ કહેવાય.

પણ એ દાવાને પડકારે એવી એક ઘટના દોઢ દાયકા પહેલા બની હતી જેનું રહસ્ય તબીબો આજ સુધી ઉકેલી નથી શક્યા. વર્ષ 2004ના રીડર્સ ડાયજેસ્ટમાં એ ઘટના પ્રસિદ્ધ થયા બાદ તેને વિશ્વ પ્રસિદ્ધિ મળી હતી.

- Advertisement -

પામ રેયનોલ્ડ નામની એક મહિલાને મગજની નસોમાં જીવલેણ બ્લોક સર્જાયો હતો.ઓપરેશન સફળ થવાના ચાન્સ ખુબ ઓછા હતા.એ એક અત્યંત જટિલ અને જોખમી ઓપરેશન હતું.તેમાં મગજને મળતો રક્તનો જથ્થો અટકાવી દેવાનો હતો.

પામ રેર્નોલ્ડને એનેસ્થેસિયા આપવામાં આવ્યું.એ ઓપરેશન 7 કલાક ચાલવાનું હતું.તબીબોએ ખોપડી ખોલી અને એ સાથેજ એક અસામાન્ય ઘટના બની.એ મહિલાએ જોયુ કે એ પોતાના દેહની બહાર નીકળી ગઈ છે.ડોક્ટર સ્પેટ્ઝર  ઇલેક્ટ્રિક બ્રશ જેવું સાધન લઇ ને ઉભા છે.એક નર્સ ફરિયાદ કરી રહી છે કે દર્દીની રક્તનલિકાઓ ખુબ સાંકડી છે.રેનોલ્ડ ને એ વાતની પણ નવાઈ લાગી કે ઓપરેશન મગજનું છે છતાં ડોક્ટરો જાંઘ પાસે શું કામ વાઢ કાપ કરી રહ્યા છે.થોડી વાર પછી તેણે જોયું કે એક પ્રકાશમય બોગદામાંથી તે પસાર થઇ રહી છે.બોગદાને છેડે તેણે વર્ષો પહેલાં મૃત્યુ પામેલા એના દાદીમા અને અન્ય સંબંધીઓને જોયા.થોડીવાર પછી એક વૃદ્ધ વ્યક્તિ આવી અને તેણે પામને એના શરીર પાસે લઇ જઇ પૂન:પ્રવેશ કરવાનો આદેશ આપ્યો.

ઓપરેશન બાદ ભાનમાં આવીને તેણે જયારે આ વાતો કરી ત્યારે તબીબો આષચર્ય ના મહાસાગરમાં ડૂબી ગયા હતા.કારણકે પામે વર્ણવી એ ઘટનાઓ એ જ ઘટનાક્રમ માં બની હતી.બનાવના આટલા વર્ષો પછી પણ એનું રહસ્ય અકબંધ છે.

આ બનાવ એકલદોકલ નથી.જ્યોર્જ રિચી નામના અમેરિકાના પ્રખ્યાત તબીબનું 1943ના ડિસેમ્બર માસમાં ન્યુમોનિયાને કારણે અવસાન થયું.નવ મિનિટ બાદ તેઓ ચમત્કારિક રીતે જીવતા થયા.એ નવ મિનિટમાં તેમને દેવદૂતો,પ્રકાશમય બોગદા,અપાર સૌંદર્ય ધરાવતા પ્રદેશો અને ઈશ્વરના દર્શન ની અનુભુતી થઇ હતી.

“રીટર્ન ફ્રોમ ટુ મોરો” અને “માય લાયફ આફ્ટર ડાયિંગ” નામના એમના બે પુસ્તકોમાં એ અનુભવો વર્ણવવામાં આવ્યા છે.

ડોક્ટર રિચિના આ અનુભવો બાદ અમેરિકાના જગ વિખ્યાત ડોક્ટર અને પ્રખર સંશોધક ડોક્ટર રેમન્ડ એ.મૂડીએ મૃત્યુની નજીકના અને મૃત્યુ પછીના અનુભવો વિષે સંશોધન કરવામાં 25 વર્ષ ખર્ચી નાખ્યા લાઈફ આફ્ટર લાઈફ નામના એમના પુસ્તકમાં અસંખ્ય રસપ્રદ કિસ્સાઓ લખાયેલા છે.એ પુસ્તક વિશ્વની 25 ભાષમાં અનુવાદ પામ્યું છે અને એની એક કરોડથી વધુ નકલો વેંચાઈ છે.એ પુસ્તક આધારિત ફિલ્મને ન્યૂયોર્ક ફિલ્મ ફેસ્ટિવલમાં હ્યુમન રિલેશન કેટેગરી માં કાંસ્ય ચંદ્રક મળ્યો હતો.

વધુ એક અભૂતપૂર્વ કિસ્સો જોઈએ પ્રખ્યાત લેખક અરનેસ્ટ હેમિંગ્વેની “એ ફેરવેલ ટુ આર્મ્સ” નામની નવલકથા માં ફ્રેડરીક હેનરી નામના પાત્ર ને યુધ્ધ દરમિયાન થયેલી  મૃત્યુ પછીની અનુભૂતિઓ વર્ણવવામાં આવી છે.હકીકતમાં એ ઘટના હેમિંગ્વેની પોતાની સાથેજ બની હતી.

પહેલા વિશ્વ યુધ્ધ સમયે ઇટલીની પીઆવ નદીના કિનારે એક ઓસ્તરીયન મોર્ટર બોમ્બ એમની ઉપર પડ્યો.હેમિંગ્વે જણાવે છે કે એ સાથેજ હું મરી ગયો.ખિસ્સાના એક ખૂણામાંથી રૂમાલ બહાર સરકે એમ મારો આત્મા શરીરમાંથી બહાર નીકળયો,આસપાસ ફર્યો અને શરીરમાં પાછો ફર્યો.આ બનાવ બાદ એમના જીવનમાં ધરખમ પરિવર્તન આવી ગયું હતું.મિલાનની હોસ્પિટલમાંથી તેમણે પરિવારજનોને પત્ર માં લખ્યું હતું,”મૃત્યુ એક તદ્દન સાદી સરળ ઘટના છે.મેઁ મૃત્યુને જોયું છે,હું મૃત્યુને જાણુ છું.”

મૃત્યુ પછીના જીવનના અનુભવો માણી ચૂકેલા લોકોના જીવનમાં આમુલ પરિવર્તન આવી જાય છે.ડોક્ટર જોયસ હોક્સ નામની એક મહિલા માથે વજનદાર બારી  પડતા તે બેભાન થઇ ગયા હતા.એ અવસ્થામાં એમણે પોતાના આત્માને બહાર નીકળતા જોયો હતો.એ વિચક્ષણ મહિલા પોતે વિજ્ઞાનને વરેલી હતી.કોઈ ભ્રમની મારી દોરવાઈ જાય તેવી નહોતી.એ બનાવ બાદ તે સ્પીરીચ્યુઅલ હીલર તરીકે સેવાઓ આપે છે.એ મહિલા હાથ પછાડીને કહે છે કે મૃત્યુ જેવું કઈ છે જ નહીં,માત્ર યાત્રાનો રસ્તો બદલાય છે અને એમાં કાંઈ કરવા જેવું નથી.

મૃત્યુ પછીના અનુભવોમાંથી પસાર થઇ ચુક્યા હોય એવા લોકોની સંખ્યા બહુ મોટી છે.બ્રિટિશ મેડિકલ જર્નલ ’લાન્સેટ’ નોંધે છે કે પાંચ પંદર નહીં પણ હજારો લોકોને આવા અનુભવ થયા છે અને આ અનુભવો મહદ અંશે સાચા છે. એબીસી ન્યુઝ સર્વિસના પૂર્વ મેડિકલ એડિટર ડોક્ટર ટિમ જોન્સન પણ માનતા હતા કે મૃત્યુ પછીના જીવન ના એ અનુભવો સાચા હતા.

તબીબો અને વૈજ્ઞાનિકોએ આવા અનુભવોનું રહસ્ય જાણવા ભારે જહેમત ઉઠાવી છે.મૃત્યુ નિશ્ચિત હોય તેવા 344 દર્દી ઉપર નેધરલેન્ડની દશ હોસ્પિટલમાં પરીક્ષણો કરવામાં આવ્યા હતા.તેમાંથી આઠ થી બાર ટકા દર્દીઓને ખરેખર મૃત્યુ પછીના જીવનનો અનુભવ થયો હતો એવું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

આ વિષય પર બ્રિટનમાં થયેલા સંશોધનો અંગે બીબીસીએ વિશેષ કાર્યક્રમ રાખ્યો હતો જેમાં ચાર દર્દીઓના મૃત્યુ પછીના અનુભવોને માન્ય રાખવામાં આવ્યા હતા.

વૈજ્ઞાનિકો હવે માનતા થયા છે કે શારીરિક પ્રક્રિયાઓ સમાપ્ત થયા પછી પણ એક અજાણી ચેતના યથાવત રહે છે.

ધર્મશાસ્ત્રો જેને આત્મા કહે છે એ આ ચેતનાને વિજ્ઞાન માન્યતા આપશે કે કેમ એ તો ભવિષ્ય જણાવશે પણ મૃત્યુ પછીના જીવન અંગે એક ખ્યાતનામ હસ્તીનું મન્તવ્ય જાણવા જેવું છે.વિશ્વ વિખ્યાત જાસૂસ પાત્ર શેરલોક હોમ્સના સર્જક સર આર્થર કોનન ડોઇલ ડોક્ટર પણ હતા.જીવનના છેલ્લા 11 વર્ષ તેમણે આધ્યાત્મિક રહસ્યોના ગુંચળા ઉકેલવામાં ગાળ્યા હતા.એમના મૃત્યુના બે વર્ષ બાદ ગ્રેસી કુક નામની એક સાધક મહિલાના માધ્યમથી એમણે મૃત્યુ પછીના જીવનની જાણકારી આપવાનો પ્રયત્ન કર્યો હતો.ગ્રેસીના પતિ ઇવાન કુકે ’ધી રીટર્ન ઓફ ડોઇલ’ નામના પુસ્તકમાં એ વાતો વર્ણવી છે.જિંદગી આખી અસંખ્ય રહસ્યો સર્જનાર અને પછી ઉકેલનાર સર ડોઇલે મૃત્યુ બાદ સૌથી ગેબી રહસ્યનો ઘટસ્ફોટ કરતાં સ્વર્ગલોકમાંથી જણાવ્યું છે કે મૃત્યુ પછી પણ જીવન છે અને એ પછી પુનર્જન્મ છે.મૃત્યુ અંત નથી, માત્ર અલ્પવિરામ છે.

You Might Also Like

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એ જૂનો જમાનો અને એ જૂનું રાજકોટ
Next Article રામ મંદિરના ભૂમિપૂજનમાં મોરારિબાપુની અવગણના કેમ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?