તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તથા જિલ્લા પંચાયત સદસ્યોના પતિની સી સમરી ભરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતો કોલસાના કારોબારમાં રાજકીય ઓથ હોવાનું જગ જાહેર છે તેવામાં ગત બે મહિના પૂર્વે મૂળી તાલુકાનાં ભેટ ગામે કોલસાની ખાણમાં ગેસ ગળતરથી થયેલ ત્રણ મજૂરોના મોત મામલે તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કલ્પેશભાઈ તથા સરા સિતનાં જિલ્લા પંચાયત સદસ્યોના પાડી ખીમજીભાઈ સહિત કુલ ચાર શખ્સો વિરૂદ્ધ માનવ વધનો ગુન્હો નોંધાયો હતો જોકે બાદમાં ભાજપના નેતા પર માનવ વધના ગુન્હાના આરોપસર ફરિયાદથી નામ કઢાવવા માટે અનેક ધમપછાડા કર્યા હતા જેને લઇ છેક ગાંધીનગર સુધીના છેડા કરતા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક મૂળી પી.એસ.આઇ ડી.ડી.ચુડાસમાની બદલી કરાઈ તેઓની પાસે રહેલી તપાસ આંચકી લેવાઈ હતી આ તરફ ભેટ ગામે ત્રણ મજૂરોના મોત મામલે તપાસ ડીવાયએસપીને સોંપ્યા બાદ અંતે બંને નેતાઓ નિર્દોષ હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તથા સરા જિલ્લા પંચાયત સભ્યના પતિની સી સમરી ભરીને તેઓને છોડી મુકાયા હતા. એક તરફ પોલીસે જ બંને નેતાઓને ગેરકાયદેસર કોલસાની ખાણ ચાવવા અને મજૂરોના થયેલ મોત મામલે ફરિયાદમાં નામ ઉમેર્યા બાદ હવે પોલીસ દ્વારા જ બંને નેતાઓને નિર્દોષ ગણાવતા પોલીસની કામગીરી સામે પણ શંકા ઉદભવી છે. કારણ કે અથવા તો પોલીસે ફરિયાદ લીધા સમયે કોઈ જાતની પ્રાથમિક તપાસ કર્યા વગર ફરિયાદીના કહેવા મુજબ કોઈનું પણ નામ ફરિયાદમાં દાખલ કરી બેદરકારી વાપરી હોય તેવું પણ કહી શકાય ત્યારે હાલ તો બંને ભાજપના નેતાઓને નિર્દોષ જાહેર કરતા હવે રાજકીય ઓથ હસે તો ફરિયાદમાં દાખલ થયેલ નામ પણ નીકળી જશે તે પ્રકારની ચર્ચા સમગ્ર પંથકમાં ચાલી રહી છે.
- Advertisement -
પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો
ભેટ ગામે ગત 14 જુલાઈના રોજ કોલસાની ખાણમાં ત્રણ મજૂરોના મોત બાદ પોલીસ દ્વારા ચાર શખ્સો પર ગુન્હો નોંધાયો હતો. જેના તા. પં કારોબારી ચેરમેન અને જિલ્લા પંચાયત સદસ્ય પતિનું નામ પણ હતું જેને ત્રણ મહિના વિતી ગયા બાદ બંને નેતાઓ નિર્દોષ હોવાનું પોલીસને ડહાપણ આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ગામોમાં ખનિજ ચોરી ઝડપાયા બાદ એક જ દિવસમાં જિલ્લા વિકાસ અધિકારીએ ગામના સરપંચોએ સસ્પેન્ડ કર્યા પરંતુ ભેટ ગામના પ્રકરણમાં કારોબારી ચેરમેન અને જિલ્લા પંચાયત સદસ્ય સામે ત્રણ મહિના સુધી કોઈ કાર્યવાહી થઈ નહિ અને અંતે બંને નિર્દોષ જાહેર થયા.
ભેટ ગામે મજૂરોના મોત બાદ જે ફરિયાદી દ્વારા ફરિયાદ કરી તેના નિવેદન સમયના પોલીસ પાસે બોડી કેમેરામાં રેકોર્ડિંગ પણ છે જેમાં ફરિયાદી સ્પષ્ટ પણે આ બંને નેતાઓ કોલસાની ખાણ ચલાવતા હોવાનો ઉલ્લેખ કરે છે છતાં પણ પોલીસને બંને નેતાઓ નિર્દોષ લાગે છે. મૂળી પોલીસ સ્ટેશન વિસ્તાર સુરેન્દ્રનગર ડિવિઝન તાબામાં આવતો હાઇવે છતાં બંને નેતાઓની ભલણને લઈને તપાસ લીમડી ડી.વાય.એસ.પીને સોંપતા સમગ્ર મામલે પોલીસ દ/ત પોલીસ જેવો ઘટ ઘડાયો હતો.