ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહિલા ધારાસભ્યો માટે તેના મત વિસ્તારમાં વિકાસના કામો માટે વધારાની ગ્રાન્ટની ફાળવણી કરવા ધારાસભ્ય ડો. દર્શિતા શાહ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિશ્ર્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં મહિલા ધારાસભ્યના મત વિસ્તારમાં રોડ-રસ્તાના વિકાસના કામો માટે 2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી છે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રત્યેક મહિલા ધારાસભ્ય દીઠ રૂા. 50 લાખ કેચ ધ રેઈન અભિયાન માટે ઉપયોગમાં લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વરસાદી જળસંચય અને જળસિંચન માટે દેશવાસીઓને કરેલા આહ્વાનને સાકાર કરે તેવો અનુરોધ પણ કર્યો છે. ધારાસભ્ય ડો. દર્શિતા શાહે મહિલા ધારાસભ્યોને વિસ્તારના વિકાસના કામો માટે વધારાની ગ્રાન્ટ ફાળવવાના નિર્ણયને આવકારી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.