ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર ભાજપના પ્રમુખ પદે યુવા સંઘી ડો. માધવભાઈ દવે પર પાર્ટીએ વિશ્વાસ દાખવી મહત્વની જવાબદારી સોંપી છે. ત્યારે રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત યુવા પ્રમુખ અને પુસ્તક પ્રેમી એવા ડો. માધવભાઈ દવેને પરેશ રાજગોર, ધ્રુવ ડાભી અને અમિત શેખે રૂબરૂ મુલાકાત કરી પ્રમુખનું મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી. છેલ્લા થોડા દિવસોથી પદભાર સંભાળી રહેલા ડો. માધવભાઈ દવેને ઠેરઠેરથી શુભકામનાઓ મળી રહી છે.