રેતી વહન કરતા ચાર ડમ્પર સાથે અધિકારીની રેકી કરતી કાર જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર જિલ્લામાં થતી બેફામ ખનિજ ચોરીને ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ ડામી શક્ય નથી પરંતુ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ખનિજ વહન કરતા માફીયાઓ પર સપાટો બોલાવ્યો છે ત્યારે હાઇવે પરથી નીકળતા ખનિજ ભરેલા વાહનોને જપ્ત કરી પ્રાંત અધિકારીએ ખનિજ વિભાગની નિષ્ફળતા પર કેટલાક સવાલો ઉઠાવ્યા છે. ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા ફરી એક વખત ચોટીલા રાજકોટ હાઈવે પર ગેરકાયદે ખનિજ ભરીને નીકળતા કુલ ચાર ડમ્ફર જપ્ત કર્યા હતા જેમાં જીજે 32 ટી 1991, જીજે 03 બી ઝેડ 3752, જીજે 03 બી ઝેડ 5557 તથા એક નંબર પ્લેટ વગરના ડમ્ફરમાં ભરેલી ગેરકાયદેસર રેતી અને આ ખનિજ વાહનમાં પાયલોટિંગ કરતી એક સ્વિફ્ટ કાર જીજે 13 સી ડી 4437 નંબર વાળી અને એક મોબાઇલ સહિત કુલ 1.40 કરોડ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો આ સાથે મોબાઈલમાં અધિકારીઓની રેકી કરતા વોટ્સએપ ગ્રુપ બાબતે તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે.