રાજકોટની પાયલ હોસ્પિટલમાં સીસીટીવી સિસ્ટમ હેક એ દેશનું સૌથી મોટુ સાઇબર પોર્ન સ્કેન્ડલ બની ગયું
હોસ્પિટલમાં તપાસ કરાવવા ગયેલી મહિલાઓનાં પ્રાઇવેટ વિડિયો લીક : પોર્ન સાઇટ પર અપલોડ થઇ હજારો કિલપ
- Advertisement -
હેકર્સે ટેલિગ્રામ પર વીડિયો રૂ.700-4,000માં વેચ્યા, યુટ્યુબના ટીઝરથી સમગ્ર કાંડનો થયો હતો પર્દાફાશ
જાન્યુઆરી- ડિસેમ્બર 2024 દરમિયાન 80થી વધુ CCTV ડેશબોર્ડ હેક અને 50,000 ક્લિપ્સની ચોરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.4
- Advertisement -
ગુજરાતના રાજકોટમાં એક મેટરનિટી હોસ્પિટલમાં એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. એક નાની ભૂલને કારણે, સ્ત્રીરોગવિજ્ઞાની પાસે ચેકઅપ માટે જતી મહિલાઓના ખાનગી વીડિયો હવે પોર્ન સાઇટ્સ પર પહોંચી ગયા છે. આ ઘટનાની તીવ્રતાને ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર પોર્ન કૌભાંડ ગણાવવામાં આવી રહ્યો છે. રાજકોટમાં પાયલ મેટરનિટી હોસ્પિટલમાં સીસીટીવી સિસ્ટમને તેના ડિફોલ્ટ એડમિન લોગન પાસવર્ડ “ફમળશક્ષ 123” થકી હેક કરવાનો મામલો દેશનું સૌથી મોટુ સાઇબર પોર્ન સ્કેન્ડલ બની ગયું છે હેકર્સે નફો કમાવા માટે મહિલાઓની તપાસનાં ફુટેજ આંતરરાષ્ટ્રીય પોર્ન માર્કેટમાં વેંચી દીધા હતા. આ નેટવર્ક દેશનાં અનેક શહેરોમાં ફેલાયેલું હતું જેમાં 50,000 કિલપ ચોરાઇ હતી અને તે 700 થી 4000 રૂપિયામાં વેંચતા હોવાનું બહાર આવ્યુ હતુ. ઘણીવાર આપણે અમુક સોશિયલ એકાઉન્ટ્સ, ઘરના ઠશ-ઋશ અથવા ઈઈઝટ કેમેરા માટે પાસવર્ડ એટલા સરળ રીતે સેટ કરીએ છીએ કે કોઈપણ તેનો અંદાજ લગાવી શકે. જોકે આ અત્યંત ખતરનાક છે, કારણ કે ગુજરાતના રાજકોટની એક હોસ્પિટલમાં ડિફોલ્ટ પાસવર્ડ “ફમળશક્ષ123″ને કારણે મોટી સંખ્યામાં મહિલાઓના ખાનગી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં શરૂ થયેલો આ કેસ ભારતના સૌથી ગંભીર સાયબર કૌભાંડોમાંનો એક બની ગયો છે. હેકર્સે ડિફોલ્ટ પાસવર્ડનો ઉપયોગ કરીને હોસ્પિટલના સીસીટીવી સિસ્ટમમાં પ્રવેશ કર્યો અને ગાયનેકોલોજી વોર્ડમાં મહિલાઓના ખાનગી વીડિયો ચોરી લીધા હતા. ત્યારબાદ તેઓએ આ વીડિયો વિદેશી પોર્નોગ્રાફિક નેટવર્કને વેચી દીધા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ નેટવર્ક જાન્યુઆરી 2024થી ડિસેમ્બર 2024 સુધી સક્રિય હતું. હેકર્સે દેશભરમાંથી આશરે 50,000 ક્લિપ્સ ચોરી લીધી હતી. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આ વીડિયોના ટીઝર યુટયુબ ચેનલો ‘મેઘા એમબીબીએસ’ અને ‘સીપી મોન્ડા’ પર દેખાવા લાગ્યા. ત્યાંથી, લોકોને ટેલિગ્રામ ગ્રુપમાં મોકલવામાં આવતા હતા જ્યાં વીડિયો રૂ.700 થી રૂ.4,000 ની વચ્ચે વેચાતા હતા. દેશભરમાં 80 સીસીટીવી સિસ્ટમ હેક કરવામાં આવી હતી, જેમાં પુણે, મુંબઈ, નાસિક, સુરત, અમદાવાદ અને દિલ્હી જેવા શહેરોનો સમાવેશ થાય છે. પીડિતોમાં હોસ્પિટલો, શાળાઓ, ઓફિસો, ફેક્ટરીઓ અને ઘરોના રહેવાસીઓનો સમાવેશ થાય છે. તમારી ગોપનીયતા હજુ પણ જોખમમાં છે, સૌથી ચોંકાવનારી વાત એ છે કે દેશભરમાં ઘણી સીસીટીવી સિસ્ટમો હજુ પણ એડમિન 123 જેવા ફેક્ટરી ડિફોલ્ટ પાસવર્ડ્સ સાથે કાર્ય કરે છે. સાયબર નિષ્ણાતોના મતે, આ બેદરકારી કોઈપણ જાહેર કે ખાનગી સંસ્થાને હેકિંગ માટે ખુલ્લી મૂકી દે છે. આ કિસ્સો માત્ર સાયબર સુરક્ષાની નિષ્ફળતા જ દર્શાવે છે, પરંતુ એ પણ દર્શાવે છે કે કેવી રીતે એક સરળ પાસવર્ડ ભૂલ લાખો લોકોની ગોપનીયતાને જોખમમાં મૂકી શકે છે.
ધરપકડ કરાયેલા આરોપીઓ શું કરે છે ?
મુખ્ય આરોપી, પરિત ધામેલિયા, ત્રણ સોફ્ટવેર ટૂલ્સનો ઉપયોગ કરીને પાસવર્ડ તોડતો હતો. ધામેલિયા બી.કોમ. ગ્રેજ્યુએટ છે. બીજા આરોપી, રોહિત સિસોદિયા, મેડિકલ લેબ ટેકનોલોજીમાં ડિપ્લોમા ધરાવે છે અને કાયદેસર વ્યાવસાયિક તરીકે ઓળખાતો હતો અને ચોરેલા લોગિનનો ઉપયોગ કરીને કેમેરા હેક કરતો હતો. રોહિતની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી.
બ્રુટ ફોર્સ એટેક તકનીકથી ઈઈઝટ હેક
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીને ટાંકીને કહ્યું કે હેકર્સે ‘બ્રુટ ફોર્સ એટેક’ તકનીકનો ઉપયોગ કર્યો હતો, જેમાં કમ્પ્યુટર લોગિન કરવા માટે દરેક પાસવર્ડનો અંદાજ લગાવવાનો પ્રયાસ કરે છે. તપાસકર્તાઓએ ચેતવણી આપી છે કે દેશભરમાં ઘણા સીસીટીવી કેમેરા હજુ પણ સામાન્ય જેવા ફેક્ટરી પાસવર્ડ પર ચાલી રહ્યા છે જે ગમે ત્યારે હેક થઈ શકે છે.
હેકિંગ કેવી રીતે થયું?
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ સમજાવ્યું, ‘હેકર્સે’ ‘બ્રુટ ફોર્સ એટેક’ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો, જેમાં એક બોટ સાચો પાસવર્ડ ન મળે ત્યાં સુધી હજારો પાસવર્ડ અજમાવે છે. નેટવર્કનો માસ્ટરમાઇન્ડ પરિત ધમેલિયા અને રોહિત સિસોદિયાએ હોસ્પિટલોમાંથી લાઈવ ફીડ્સ એક્સેસ કરવા માટે ચોરેલા લોગિનનો ઉપયોગ કર્યો હતો.
રહસ્ય કેવી રીતે ખુલ્યું?
રાજકોટ હોસ્પિટલના ફૂટેજના ટીઝર અનેક યુટ્યુબ ચેનલો પર પોસ્ટ કરવામાં આવ્યા ત્યારે આખો મામલો પ્રકાશમાં આવ્યો. આ ચેનલોએ દર્શકોને ટેલિગ્રામ ગ્રુપ્સ તરફ નિર્દેશિત કર્યા જ્યાં મૂળ વીડિયો 700થી 4,000 રૂપિયામાં વેચાઈ રહ્યા હતા. ફેબ્રુઆરી 2025માં મુખ્ય આરોપીની ધરપકડ થયા પછી પણ, તપાસકર્તાઓએ શોધી કાઢયું કે આ વીડિયો જૂન સુધી ટેલિગ્રામ પર સક્રિય રહ્યા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે નેટવર્કનું અત્યંત સંગઠિત સાયબર રેકેટ છે.



