ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ભારતના વંશવાદી રાજકારણની ટીકા કરી છે. આંતરરાષ્ટ્રીય પ્રકાશન પ્રોજેક્ટ સિન્ડિકેટ માટે લખેલા એક લેખમાં થરૂરે કહ્યું, “ભારતમાં રાજકારણ એક પારિવારિક બિઝનેસ બની ગયું છે. જ્યાં સુધી રાજકારણ પરિવારોની આસપાસ ફરે છે, ત્યાં સુધી લોકશાહી સરકારનો સાચો અર્થ અધૂરો રહેશે.” થરૂરે ‘ઈંક્ષમશફક્ષ ઙજ્ઞહશશિંભત અયિ ફ ઋફળશહુ ઇીતશક્ષયતત’ નામના તેમના લેખમાં લખ્યું, ભારત માટે પરિવારવાદ છોડીને યોગ્યતા આધારિત વ્યવસ્થા અપનાવવાનો સમય આવી ગયો છે. આ માટે કાયદેસર રીતે નિશ્ર્ચિત કાર્યકાળ, આંતરિક પક્ષની ચૂંટણીઓ અને મતદાતા જાગૃતિ જેવા મૂળભૂત સુધારાઓની જરૂર છે. થરૂરે પોતાના લેખમાં નેહરુ-ગાંધી પરિવારને ભારતનો સૌથી પ્રભાવશાળી રાજકીય પરિવાર ગણાવ્યો હતો. તેમણે લખ્યું હતું કે પરિવારનો વારસો સ્વતંત્રતા ચળવળ સાથે જોડાયેલો છે, પરંતુ તેના કારણે એવી ધારણા પણ ઉભી થઈ છે કે રાજકારણ કેટલાક પરિવારોનો જન્મસિદ્ધ અધિકાર છે. થરૂરે દેશભરના અનેક રાજકીય પરિવારોના ઉદાહરણો આપતા કહ્યું કે જમ્મુ અને કાશ્ર્મીરમાં અબ્દુલ્લા અને મુફ્તી પરિવારો પણ પેઢીઓથી સત્તા પર રહ્યા છે. થરૂરે લેખમાં ઓડિશામાં નવીન પટનાયક, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે, ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહ અને અખિલેશ યાદવ, બિહારમાં રામવિલાસ અને ચિરાગ પાસવાન, પંજાબમાં પ્રકાશ સિંહ અને સુખબીર બાદલ, તેલંગાણામાં કેસીઆરના પુત્ર અને પુત્રી તેમજ તમિલનાડુમાં કરુણાનિધિ અને તેમના પુત્ર એમકે સ્ટાલિનના પરિવારનો ઉલ્લેખ કર્યો છે.
- Advertisement -
થરૂરે લખ્યું- કેટલાક લોકો રાજકારણને નહેરુ-ગાંધી પરિવારનો જન્મસિદ્ધ અધિકાર માને છે: યોગ્યતા આધારિત વ્યવસ્થા બનાવો
કોંગ્રેસે કહ્યું – પરિવારવાદ ફક્ત રાજકારણ પૂરતો મર્યાદિત નથી
કોંગ્રેસના નેતા ઉદિત રાજે કહ્યું કે પરિવારવાદ ફક્ત રાજકારણ પૂરતો મર્યાદિત નથી. તેમણે કહ્યું, ‘ડોક્ટરો, ઉદ્યોગપતિઓ અને અભિનેતાઓ પણ તેમના પરિવારના માર્ગે ચાલે છે.’ તેમણે ઉમેર્યું કે ખરેખર સમસ્યા એ છે કે તકો થોડા પરિવારો સુધી મર્યાદિત છે, જે અન્ય લોકો માટે આગળ વધવાની તકોને ઘટાડે છે. આ દરમિયાન, કોંગ્રેસના નેતા રશીદ અલ્વીએ પણ કહ્યું કે પરિવારવાદ ફક્ત રાજકારણમાં જ નહીં, પરંતુ દરેક ક્ષેત્રમાં પ્રચલિત છે. તેમણે કહ્યું, ‘લોકશાહીમાં, જનતા નિર્ણય લે છે. કોઈને પણ ફક્ત એટલા માટે ચૂંટણી લડવાથી રોકી શકાય નહીં કે તેમના પિતા સંસદ સભ્ય હતા.’
કૉંગ્રેસના ભવિષ્ય અંગે નિરાશા: ભાજપ
ભાજપે તેને રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતૃત્વ પ્રત્યે ‘અસંતોષની નિશાની’ ગણાવી. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે થરૂરની ટિપ્પણીઓ કોંગ્રેસના ભવિષ્ય વિશે તેમની ‘નિરાશા’ દર્શાવે છે. ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ થરૂરના લેખને ‘ખૂબ જ સમજદાર’ ગણાવ્યો. તેમણે કહ્યું, ‘થરૂર સાચું જ લખે છે કે ગાંધી પરિવારે ભારતીય રાજકારણને પારિવારિક વ્યવસાયમાં ફેરવી દીધું છે. થરૂર હવે ખેલાડી બની ગયા છે, અને પોતાના જ પક્ષના નેપો કિડ રાહુલ ગાંધી પર સીધા પ્રહારો કરે છે.’
- Advertisement -
થરૂરે અનેક વખત મોદી સરકારની પ્રશંસા કરી છે
કોંગ્રેસના સાંસદ શશી થરૂર ઘણીવાર પાર્ટીની સત્તાવાર લાઇનથી અલગ તેમના નિવેદનો માટે હેડલાઇન્સમાં રહ્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ઊર્જા અને વૈશ્ર્વિક દ્રષ્ટિકોણ’ ની પ્રશંસા કરી. હાલમાં, તેમણે વિદેશ નીતિ પહેલ ‘ઓપરેશન સિંદૂર’માં ભારતના રાજદ્વારી પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી. તેમના હાલના નિવેદનોમાં કેન્દ્ર સરકારની વિદેશ નીતિ અને કેટલાક વિપક્ષી રાજ્યોની નીતિઓની પ્રશંસાનો સમાવેશ થાય છે.



