માણાવદરમાં ઠેર ઠેર ખાલી પડેલી સરકારી જમીનો ઉપર રાજકારણીઓની મીઠી નજર હેઠળ પેશકદમી થઈ છે અને હજી થઈ રહી છે. આ પેશકદમીઓને હટાવવા માણાવદર સહકારી મંડળી ના પ્રમુખ દેવજીભાઇ ઝાટકિયા એ એક દાયકા થી લડત ચલાવી રહયા છે. પણ નિર્ભર તંત્ર સરકાર ના દબાવને કારણે ચૂપ થઇ બેઠું છે

આ પ્રશ્ર્ન અન્વયે તાજેતરમાં દેવજીભાઇ ઝાટકિયા એ જિલ્લા કલેક્ટર જૂનાગઢ ને એક પત્ર લખી સરકારની રેવન્યુ જમીન પર થયેલ દબાણ દૂર કરવા માટે લેન્ડ ગ્રેબીંગ ધારા- વીસ હેઠળ પગલાં ભરવા રજૂઆત કરી છે

તેમણે જૂનાગઢ જિલ્લા કલેક્ટર ને જણાવ્યું છે કે સરકારની રેવન્યુ જમીન કે જે સરકારી હાઈસ્કૂલની પાસે આવેલ છે તે જમીન પર ગેરકાયદેસર પેશકદમી અંગે 25 જાન્યુઆરી 2015 ના રોજ માણાવદર મામલતદાર ને લેખિત જાણ કરી પગલાં ભરવા રજૂઆતો કરી છે અને મામલતદારે સનદ નં. 577/1 ની જમીન પર પેશકદમી થયેલ હોવાનું સ્વીકાર્યું છે. અને અમારી તરફેણમાં ચુકાદો 20 ઓગસ્ટ 2018 મા આવેલ તેની સામે પેશકદમી કરનારે નાયબ કલેક્ટર વંથલી ને અપીલ કરેલ પરંતુ તે હારી ગયેલ છે. તો આપ સાહેબ આ પેશકદમી પ્રશ્ર્ને પરત્વે સરકારે તાજેતરમાં પસાર કરેલ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ જવબદારો સામે પગલાં ભરી પેશકદમી દૂર કરવા કરવા આગળ આવો એ જ યથાર્થ લેખાશે એમ ઝાટકિયા એ જણાવ્યું છે.

 

જીજ્ઞેશ પટેલ માણાવદર