શ્રાવણ મહિનો હિન્દુ સમાજમાં પવિત્ર મહિનો માનવામાં આવે છે, શ્રાવણમાં સોમવારનું વ્રત અને ઉપવાસ રાખવાનું પણ એક આગવું મહત્ત્વ છે. તો તમને જણાવી દઈએ કે, સાબુદાણા અને સિંઘોડાનો લોટ ઉપવાસમાં વપરાતી એક વસ્તુ છે. લોકો તેમાંથી વિવિધ પ્રકારની ઉપવાસમાં ખવાય તેવી વાનગીઓ બનાવે છે અને ખાય છે. આવી સ્થિતિમાં, તમે પણ નાના-મોટા, બાળકોને ભાવતો ઢોસો બનાવી શકો છો. તો ચલો સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવો ફરાળી સાબુદાણા અને સિંઘોડા લોટના ફરાળી ઢોસા બનાવવાની રીત જોઈએ.
ફરાળી ઢોસા શ્રાવણ મહિનાના ઉપવાસ માટે ખાસ રેસિપી
ફરાળી (સાબુદાણા) ઢોસા ખીરૂ સામગ્રી
સાબુદાણા (અડધો કપ) કાચુ બટેકું (એક મોટુ) સિંઘોડા લોટ (અડધો કપ) દહીં (બે ચમચી) કોથમી (સમારીને) આદુ (નાનું) એક લીલુ મરચુંકાળા મરીનો પાઉડર (અડધી ચમચી) જીરૂ થોડુ ક્રશ કરેલુ (અડધી ચમચી) સિંધા મીઠું (નમક) પાણી
- Advertisement -
ફરાળી ઢોસા ખીરૂ બનાવવાની રીત (સાબુદાણાના લોટના ઢોસા)
અડધો કપ સાબુદાણા નોનસ્ટીક કે તવીમાં નાખો, હવે તેને ગેસ પર એક-બે મિનીટ સુધી સેકી દો, પછી થોડા ઠંડા થવા દઈ તેને મિક્સરમાં ચટણીની ઝારમાં નાખી ક્રશ કરી દો (ઝીણો લોટ ન થઈ જાય ત્યાં સુધી મિક્સર ચલાવવું). ત્યારબાદ પણ તેને લોટની ચાઈણીમાં ચાળી લેવું. જેથી સાબુદાણાના મોટા દાણા લોટ સાથે ન આવે.
હવે સાબુદાણાના લોટમાં એડધો કપ પાણી નાખી તેને બરાબર હલાવી મુકી દો જેથી સાબુદાણાનો લોટ બધુ પાણી ચુસી લે અને ફૂલી જાય. હવે તમે બીજી તરફ બટાકાને છોલી તેના નાના કટકા કરી દો અને પાણી નાખ્યા વગર જ તેને મિક્સરમાં ક્રશ કરી દો. આ બટાકાના ખીરાને પણ સાબુદાણાના ખીરા સાથે મિક્સ કરી દો અને હલાવી દો.
હવે આ ખીરામાં થોડો સિંઘોડાનો લોટ એડધો કપ નાખો, હવે તેમાં બે ચમચી દહીં નાખો, પછી તેમાં ઝીણી સમારેલી કોથમી ઉમેરો, અડધુ ક્રશ કરેલું આદુ, અને એક ઝીણુ સમારેલુ લીલુ મરચું નાખી દો, સારા ટેસ્ટ માટે તેમાં અડધી ચમચી કાળુ મરચું નાખો (ઉપવાસમાં કાળા મરી પાઉડર ના ખાતા હોવ તો ના નાખશો), અડધી ચમચી જીરૂ અને સ્વાદ અનુસાર સિંધા મીઠુ, હવે થોડુ પાણી ઉમેરો અને બે મિનીટ માટે તેને મુકી દો, તમારૂ ફરાળી ઢોસાનું ખીરૂ તૈયાર.
- Advertisement -
ફરાળી ઢોસા બનાવવાની રીત
હવે એક નોન સ્ટીક ગેસ પર લઈ લો, તેના પર થોડુ ઘી લગાવી દો, નોનસ્ટીક કે તવો બરાબર તેજ ગરમ થઈ જાય એટલે તેમાં ફરાળી ઢોંસાનું ખીરૂ ગોળ ચમચાની મદદથી ગોળ ગોળ ફેલાવીને નાખો હવે ગેસની ફ્લેમને થોડી મીડિયમ કરજો, ધીમી ના કરતા, તવાને પકડી થોડો ગેસની ફ્લેમ જે બાજુ હોય તે તરફ આગો પાછો કરવો.
થોડી જ ક્ષણમા ઢોંસાનો કલર થોડો લાલ જેવો દેખાય ત્યારે ઉપર થોડુ ફરી ઘી (અથવા તેલ ખાતા હોવ તો) ચોપડવું, એક મીનિટ બાદ હવે ગેસની પ્લેમ ધીમી કરી દેવાની એક મીનિટમાં ઢોંસો તમારો ડ્રાય દેખાવા લાગશે, જેવો તે સેકાઈ જશે કિનારીઓ છૂટી પડી જશે, આ ઢોંસો બરાબર સેકાઈને તૈયાર થતા લગબગ 3 મીનિટનો સમય લાગે છે, હવે તાવેતાથી કિનારી ઊંચી કરી તવામાં જ તેને વાળી દો, લો તમારો જાળીદાર ઢોંસો તૈયાર.
ફરાળી ચટણી બનાવવાની સામગ્રી
સેકેલા સિંગદાણા (1/4 કપ – ફોતરા વગરના)લીલા મરચા (ત્રણ નંગ)કોથમી (સમારેલી)લીંબુ રસ (અડધા લીંબુનો)સીંધા મીઠુ (નમક)ઘી (એક-દોઢ ચમચી)જીરૂ (અડધી ચમચી)મીઠા લીમડાના પત્તા (ચાર-પાંચ નંગ – કઢી પત્તા)
ફરાળી ચટણી બનાવવાની રીત
ફરાળી ચટણી બનાવવા મિક્સરમાં 1/4 કપ સેકેલા સિંગદાણા (ફોતરા વગરના) નાખો, સાથે બે લીલા મરચા કાપીને, થોડી કોથમી, અડધા લીંબુનો રસ અને સ્વાદ અનુસાર સિંધાલુણ મીઠુ નાખો, અને બે ચમચી પાણી નાખી હવે મિક્સરમાં તેને કરકરા લોટ જેટલું ક્રશ કરી દો. તમારી ટેસ્ટી ઢોંસા સાથે ખાવાની ફરાળી ચટણીનું ખીરૂ તૈયાર હવે તડકો મારવાનો બાકી.
ચટણી માટે વઘાર (તડકો) તૈયાર કરવાની રીત
એક વઘારીયામાં એક ચમચી ઘી નાખો, ગેસ ચાલુ કરી તેમાં અડધી ચમચી જીરૂ, તથા લીલુ મરચું અને પાંચ-છ મીઠા લીમડાના પત્તા નાખી વઘાર કરી લો, હવે આ વઘાર ચટણીના ખીરામાં નાખી દો અને હલાવી દો. તમારી ટેસ્ટી ફરાળી ચટણી તૈયાર છે.