આ વર્ષે આરબીઆઈ ડીપીઆઈ ઈન્ડેક્સ 445.5 થઈ ગયો
ભારત ઓનલાઇન લેતીદેતી વધારે કરી રહ્યું છે. આરબીઆઈના જણાવ્યાં મુજબ હતું. 31 માર્ચ, 2024 સુધી વાર્ષિક ધોરણે સમગ્ર દેશમાં ડિજિટલ લેવડદેવડમાં 12.6 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.
- Advertisement -
ઓનલાઇન પૈસાની લેતીદેતીને માપતો આરબીઆઈનો “ડિજિટલ પેમેન્ટ્સ ઈન્ડેક્સ” માર્ચ 2024ના અંતે વધીને 445.5 થઈ ગયો છે જે સપ્ટેમ્બર, 2023માં 418.77 પર હતો અને માર્ચ, 2023માં 395.57 પર હતો.
મધ્યસ્થ બેંકે શુક્રવારે જણાવ્યું હતું કે, આરબીઆઈ ડીપીઆઈ ઈન્ડેક્સના તમામ પરિમાણો પર વધારો થયો છે જેમાં ઓનલાઈન પેમેન્ટમાં 25 ટકાનો વધારો થયો છે ,પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડિમાન્ડમાં 10 ટકાનો પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપ્લાયમાં 15 ટકાનો , પેમેન્ટ પરફોર્મન્સમાં 45 ટકાનો અને કન્ઝ્યુમર સેંટ્રિસિટી પર 5 ટકાનો વધારો થયો છે. આ વધારો સમગ્ર દેશમાં પેમેન્ટ પરફોર્મન્સ અને પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર વૃદ્ધિને કારણે થયો છે.