બંને બહેનો સાઉથમાં પણ કારકિર્દી માટે ઉત્સુક
– તેલુગુ ફિલ્મમાં નંદમુરી બાલકૃષ્ણના પુત્ર મોક્ષગ્નની હિરોઈન બનશે
- Advertisement -
જાહ્વવી કપૂર ‘દેવરા’ ફિલ્મથી સાઉથમાં ડેબ્યૂ કરી રહી છે. તેને પગલે હવે ખુશીએ પણ સાઉથની એક ફિલ્મ સ્વીકારી છે. અહેવાલો અનુસાર ખુશી નંદમુરી બાલકૃષ્ણના પુત્ર મોક્ષગ્ન સાથે એક તેલુગુ ફિલ્મમાં કામ કરવાની છે. આ ફિલ્મ માટે ખુશીને ફાઈનલ કરી લેવામાં આવી છે. જોકે, ફિલ્મની સત્તાવાર જાહેરાત આગામી સપ્ટેમ્બરમાં થશે. ફિલ્મનું દિગ્દર્શન પ્રશાંત વર્મા કરશે. શૂટિંગની શરુઆત આગામી ઓક્ટોબરમાં થશે.
જાહ્વવી અને ખુશીની માતા શ્રીદેવીએ સાઉથની ફિલ્મોથી કેરિયર શરુ કરી હતી અને બાદમાં તે હિંદી ફિલ્મોમાં છવાઈ હતી. જ્યારે બંને બહેનો હિંદીથી શરુઆત કર્યા બાદ હવે સાઉથમાં કામ કરવાની છે. ખુશીએ ‘આર્ચીઝ’ ફિલ્મથી ઓટીટી પર ડેબ્યૂ કર્યું હતું.