સરસ્વતી વિદ્યાલય ના બહેનો દ્વારા આરતી અને તિલક કરી આ યુવાનો ને યાત્રા ની શુભકામના પાઠવેલી,સંગઠનો અને અગેવાનો એ પુષ્પ અને ફૂલ હાર થી આ યુવાનો ને બિરદાવ્યા

ત્યાર બાદ પ્રજાપતિ વાળી માં યુવાનો ને ભોજન અને રાત્રી નિવાસ ની વ્યવસ્થા કરવા માં આવેલી
આ દશ યુવાનો કોરોના વોરિયર્સ ના સન્માન અને યુવાનો માં જાગૃતિ નો સંદેશ લઈ ને નીકળ્યા છે તા.01-10-2020 ના રોજ સવારે 4-00 કલાકે માંગરોળ થી પોરબંદર તરફ પ્રસ્થાન કર્યું

માંગરોળ માં વિવિધ સંગઠનો
ગૌ રક્ષા સેના,વંદેમાતરમ ગ્રુપ,શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ ,હિન્દૂ યુવા સંગઠન,શિવમ ચક્ષુદાન કેન્દ્ર, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ,સરસ્વતી વિદ્યાલય,ભારતીય જનતા પાર્ટી, સાગર ભારતી અને જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ,રચનાત્મક સર્જનાત્મક સેવા સમિતિ દ્વારા યાત્રિકો ને શુભકામના પાઠવેલી તેમજ તમામ યાત્રિકો ને N95 માસ્ક અને ભગવત ગીતા ભેટ આપવા માં આવેલ.

 

અહેવાલ : ઇમરાન બાંગરા