શૈશવ ચિલ્ડ્રન હોસ્પિટલ ના ડોક્ટરોની ટીમની મહેનત સફળ નીવડી.
મહેસાણા જીલ્લાના ખેરાલુ શહેરમા 600 ગ્રામના નવજાત શિશુને જીવતદાન મળ્યું.
જાણવા મળેલ વિગત મુજબ મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરમા આવેલ શૈશવ ચિલ્ડ્રન હોસ્પિટલમા તા.21.8.2020 ના રોજ વડનગર તાલુકાના છાબલીયા ગામની અધૂરા મહિને જન્મેલ એક 600 ગ્રામની બાળકીને દાખલ કરવામા આવેલ આ બાળકીને બચવાની શક્યતા નહિવત હતી પરંતુ શૈશવ હોસ્પિટલના કાબીલ ડોક્ટરોની ટીમની સતત અઢી મહિનાની મહેનતને પરિણામે આ બાળકી બચી જવા પામી હતી. શૈશવ હોસ્પિટલમા આ બાળકીની સારવાર નિશુલ્ક રીતે બાળસખા યોજના હેઠળ કરવામા આવી હતી. બાળકીની માતા શિલ્પા બહેન ઠાકોરે હોસ્પિટલના ડોક્ટરોનો હર્ષભીની આંખો સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
આ બાળકીની સારવારમા સખત મહેનત કરવા માટે એમ.ડી.પીડીયાટ્રીક ડોકટરોમા ડો.જે.કે.ગોસાઈ, ડો.દીપક સોમાણી, ડો.ઈમરાન એસ પટેલ તથા ડો. દિપેશ પૂજારા, ડો. ભરત પ્રજાપતિ અને સ્ટાફે સતત જહેમત ઉઠાવી હતી.
ઉલ્લેખનિય છે કે ખેરાલુ જેવા નાના શહેરમા આવી અધ્યતન કે જેમા તમામ પ્રકારની સુવિધા હોય તેવી બાળકોની હોસ્પિટલ બની જતાં આજુબાજુના શહેર તથા ગ્રામ્ય વિસ્તારના લોકોને નજીકમાં જ કાબીલ ડોકટરો દ્વારા સફળ સારવાર મળી રહે છે જેથી અમદાવાદ કે અન્ય દૂર શહેરોમા જવું પડતુ નથી અને સમય તથા પૈસા પણ બચે છે.