ગિરસોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે બનેલી બળાત્કારની ઘટનામાં ન્યાય મળે તે માટે માંગરોળ ફકીર સમાજ દ્વારા મામલદાર મારફતે કરી મુખ્યમંત્રી ને રજુઆત

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ફકીર સમાજ દ્વારા આજ રોજ મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે ફકીર સમાજની સગીર વયની દીકરી પર ભાજપના આગેવાનએ અમાનવીય કૃત્ય આચરીને બાળાને વીંખી નાખી બળાત્કાર ગુજારેલ છે તેમજ અન્ય લોકોએ પણ આ કુત્યમાં મદદ કરેલ છે જેને લઇ આ નરાધમોને કડક માં કડક સજા થાય અને જેમાં મોટા માથાઓ સંડોવાયેલા હોવાથી ભીનું સંકેલવાનું પ્રયાસ થઈ રહ્યો છે જેને લઇ આ પ્રકરણમાં જેટલા લોકો સામેલ છે તેની તટસ્થ તપાસ કરી તેમને ઝડપી લેવામાં આવે તે અને કડક કાર્યવાહી કરવામાં આવે માંગણીને લઇ માંગરોળ ફકીર સમાજ દ્વારા રોષપૂર્વક આવેદન મામલતદાર મારફતે મુખ્યમંત્રી ને આપવામાં આવ્યું છે.

  • ઇમરાન બાંગરા
    માંગરોળ