પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા ના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશના સુચનથી નરેન્દ્ર મોદી વિચાર મંચ લીંબડીની ટીમ દ્વારા વૃક્ષારોપણ તેમજ શહેર માં માસ્ક વિતરણ કાર્યક્રમનું આયોજન લીંબડી નિલકંઠ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારે લીંબડી ટીમ દ્વારા વૃક્ષારોપણ અને જતન કરવા આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં પુર્વ મંત્રી કિરીટસિંહ રાણા, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પુર્વ ચેરમેન પ્રકાશભાઈ સોની, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ શેઠ, તથા નીલકંઠ વિધાલય ટ્રસ્ટી હિતેન્દ્રભાઈ બલદાણીયા, રાકેશભાઇ મદાની, તેજસભાઈ શુક્લ, વૈભવકુમાર ચોકસી, ઇન્દ્રજીતસિંહ પલાણીયા, મીત સોની, ધૈર્યકુમાર ફિચડિયા, દિવ્યરાજસિંહ જાડેજા, જતીન ત્રિવેદી, રાજેન્દ્રસિંહ રાણા, જતીન લીંબચીયા હાજર રહ્યા હતા. તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત મહામંત્રી, ગુજરાત મંત્રી, સુરેન્દ્રનગર જીલ્લા અધ્યક્ષ, વિગેરે હાજર રહ્યાં હતાં અને આ કાર્યક્રમનુ આયોજન શ્રીપાલસિહ રાણા, પ્રિયંક શેઠ , સંદિપ ભટ્ટ, લાલાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું


દિપકસિંહ વાઘેલા – લીંબડી