ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામનાં બંદર કાઠેથી જય સીકોતરમાં નામની બાંભણીયા નીલેશભાઈ બચુભાઈની બોટ નવ ખલાસી લઈ માછીમારી કરવા ગઈ હતી અને સવારે માછીમારી કરી પરત આવી હતી. બારામાં પાણી ઓછુ હોય અંદર દરીયામાં લાંગારી હતી અને દરીયામાં કરંટ હોય મોજા ઉછળતા હતા અને ભારે પવનથી બોટ દરીયામાં પલ્ટી મારી ડુબી જતા તેમા રહેલ નવ ખલાસી જીવ બચાવવા દરીયામાં કુદી પડયા હતા અન ેઅન્ય બોટીવાળાએ ૮ ખલાસીને બચાવી લીધા હતા અને એક ખલાસી રમેશભાઈ ભગવાનભાઈ રાઠોડ પાણીમાં ગરકાવ થઈ જતા તેમને પણ બહાર કાઠી ઉના દવાખાને સારવાર માટે ખસેડેલ છે. સ્થિતી ગંભીર હોવાનુ ડોકટર મૃત જાહેર કરેલ છે. સૈયદ રાજપરા બંદરની કાંઠે પ્રોટેકશન દિવાલ ૩ વર્ષથી તુટી જતા દરીયાનુ પાણી ગામમાં આવી જાય છે અને બોટને જેટી ઉપર રાખવા ભારે તકલીફ પડે છે. વહેલી તકે પ્રોટેકશન દિવાલ બનાવાય તેવી લોક માંગણી ઉઠી છે.

મણીભાઈ ચાંદોરા
(દીવ / ગીર સોમનાથ)