સંભોગ એ વયસ્ક મનુષ્ય માટે સામાન્ય બાબત છે. પોતાના સાથી સાથે પ્રણયફાગ માણવું તે સુખી દાંપત્ય જીવન માટે તો જરૂરી છે જ પરંતુ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે.

જે મહિલાઓ નિયમિત રીતે શારીરિક સુખી માણે છે તેનું માસિક નાની ઉંમરમાં બંધ થવાની સમસ્યા ઓછી થઈ જાય છે. તેને મેનોપોઝ ઝડપથી શરૂ થતા નથી. અઠવાડિયામાં એકવાર સેક્સ કરનાર મહિલાઓમાં મેનોપોઝ શરૂ થવાની સંભાવના મહિનામાં એક વાર સેક્સ કરતી સ્ત્રી કરતાં 28 ટકા ઓછી હોય છે.

એક સંશોધન પ્રણાણે સેક્સ એવિ પરિસ્થિતિ છે જેમાં શરીરને સંકેત મળતા રહે છે કે હજુ પણ ગર્ભવતી થવાની શક્યતાઓ છે.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે જે મહિલાઓ મિડ લાઈફમાં નિયમિત શરીર સુખ નથી માણતી તેમનામાં ઝડપથી મેનોપોઝના લક્ષણો જોવા મળે છે. કારણ કે, કોઈ સ્ત્રી સેક્સ નથી કરતી અને ગર્ભધારણની કોઈ શક્યતાઓ નથી તો શરીર ઓવ્યૂલેશન બંધ કરી દે છે અને આવું થવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો થાય છે. જેથી મહિલને બિમારીની પણ શક્યતા રહે છે.

આ સંશોધકોએ મહિલાઓને કેટલાક સવાલો પુછ્યા હતા. જેમકે, કેટલા સમયે સંભોગ કર્યો વગેરે. તેમાં સ્પર્શ, હસ્ત મૈથુન જેવી બાબતો વિશે પણ પુછવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તારણ કાઢવામાં આવ્યું હતું.

આપને જણાવી દઈએ કે, મેનોપોઝ એ સ્થિતિ હોય છે જેમાં મહિલાઓને માસિક ધર્મ આવવાનું બંધ થઈ જાય છે. આ સ્થિતિને પ્રજનન ક્ષમતાનો અંત માનવામાં આવે છે.