રાજકોટવાસીઓને હિમ્મત આપવાની નહીં, સાચા ડરનો પરિચય કરાવવાની જરૂર એટલા માટે છે કેમ કે શહેર અત્યારે કોરોનાના આજ સુધી સૌથી કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે…

1) પરિવાર સાથે ફરવા જવાનું ટાળો, ફરવા માટે આખી જિંદગી પડી છે.
2) રેસ્ટોરાંમાં તથા લારીઓ પર જમવાનું ટાળો, ભીડમાં સંક્રમણની શક્યતાઓ વધી જાય છે.
3) બિનજરૂરી મેળાવડાઓથી બચતા રહો.ઘરે બર્થ-ડે પાર્ટી વગેરે ન કરો,કોઈની પાર્ટીમાં ન જાઓ.
4) પ્રવાસ કરવાનું જોખમ હરગિઝ ન લેવું.ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવાથી બચવું.
5) ફરવાનું બહુ મન થાય અને સગવડ હોય તો માત્ર પોતાના ફોર વ્હિલરમાં શોર્ટ કે લોન્ગ ડ્રાઈવ પર નીકળવું.
6) મહિલા વર્ગને કહો કે,શાક માર્કેટમાં કોઈપણ સંજોગોમાં ન જાય.ઘર પાસેથી પાંચ રૂપિયા વધુ ખર્ચ કરીને શાક લઇ લો
7) શક્ય હોઈ તો કરિયાણું પણ હોમ ડીલેવરીથી જ માંગવો
8) તુલસી, આદુ, મરી (તીખા), ગળોનો પાઉડર સહિતના ઘરગથ્થું ઉકાળાનું સેવન કરો નાના (ટીનએજ)બાળકો ને ઉકાળો પીવાની ટેવ પાડો
9) ઘરે-ઘરે રેન્ડમલી ટેસ્ટિંગ માટે આવતા કોરોના વોરિયર્સને સહયોગ
આપો. ટેસ્ટથી બચવા બ્હાના ન બનાવો. ટેસ્ટ થયે જ સમયસર બધી જ સારવાર શક્ય છે.
10) ‘ખાસ-ખબર’ની આ ટોપ-10 ટિપ્સને રૂટિન મુજબ વાંચી નજરઅંદાજ ન કરશો. પ્લીઝ ઘરના તમામ સભ્યોના મોબાઈલના સ્ટેટસમાં મુકો તો અતિ ઉત્તમ તમનેય યાદ રહેશે, તમારા ને પણ..!!