ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમા આવેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એસ.સી/એસ.ટી સેલ અને સામાજિક ઉત્કર્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટ કાજલી દ્વારા ડો.બાબા સાહેબ આમ્બેડકર અને સંસ્કૃત વિષય પર વિશિષ્ટ વ્યાખ્યાન યોજાયું હતું
આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ તેમજ અતિથિ વિશેષ તરીકે કુલસચિવ ડો.દશરથ જાદવ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઝવેરીભાઈ ઠકરાર, ડો જયેશ વઘાસીયા, લખમણ સોલંકી, વાળા ગીરીશભાઇ ભજગોતર, પ્રવિણભાઇ આમહેડ, બચુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મુખ્ય વક્તા તરીકે કટાર લેખક અને પત્રકાર સભ્યશ્રી, પ્રંધાનમંત્રી મ્યુઝીયમ એન્ડ લાયબ્રેરી, ભારત સરકારના કિશોરભાઈ મકવાણાએ ડો.બાબા સાહેબ આંબેડકર અને સંસ્કૃત વિષય પર રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું. તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજન સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એસ.સી/એસ.ટી સેલાના અધ્યક્ષ કિરણભાઇ ડામોર અને સામાજિક ઉત્કર્ષ ફાઉન્ડેશનના અધ્યક્ષ અને પત્રકાર રાજેશ ભજગોતરએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપ ત્રિવેદી એ કર્યું હતું.
વેરાવળ સંસ્કૃત યુનિવર્સિટીમાં ડૉ.બાબા સાહેબ આંબેડકર અને સંસ્કૃત વિષયનું વ્યાખ્યાન
