આવી જ કેટલીક ક્રિકેટની મજેદાર વાતો સાંભળો પ્રતિલિપિ FM પર ‘કિસ્સા ક્રિકેટ કા’ સેગમેન્ટમાં…

  • અનિરુદ્ધ નકુમ

જો હું તમને એક સવાલ પૂછું કે હાલ ભારતીય ક્રિકેટના સૌથી મોટા બે નામ ક્યા છે, તો મને ખાતરી છે કે તમારામાંથી મોટા ભાગના લોકો ધોની અને કોહલીનું નામ લેશે. સ્વાભાવિક જ છે. કારણ કે બેય ઇન્ડિયન ક્રિકેટ ટીમનાં સૌથી મોટા મેચ વિનર છે, કેપ્ટન છે. તેમાં પણ એક સમયે તો એવો હતો કે, ધોની વન-ડે ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો અને વિરાટ ટેસ્ટ ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો.
ભારતીય ટીમની કમાન વિરાટ કોહલીએ સંભાળી. ધોની અને કોહલી બહુ સારા મિત્રો છે. જયારે પણ બંને સાથે વાત થાય ત્યારે એમને એકબીજાના વખાણ કરતા જ સાંભળ્યા છે. પરસ્પર તેઓને એકબીજા માટે ખુબ જ રિસ્પેક્ટ છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, એક બીજી બાબત છે એક બીજો પણ તાર છે જેના થકી બેઉ જોડાયા છે. હું અનુષ્કા શર્માની સાથે એક શૂટિંગમાં ગયો હતો. એ પ્રોગ્રામની તે એન્કર હતી અને એ શોનું નામ હતું જય જવાન. તે માટે અમે વૈખપાની, આસામમાં ગયા હતા જે અનુષ્કા શર્માનાં પિતાજીની પણ રેજિમેન્ટ હતી. જયારે અમે ત્યાં ગયા ત્યારે અનુષ્કાએ એમના નાનપણની સ્મૃતિઓ સાથે સંકળાયેલી જગ્યાઓ અમને બતાવી. તેમનું ઘર, તેમના મિત્રોનું ઘર, એમના પિતાની ઓફિસ, તેનું પ્લેગ્રાઉન્ડ… એ વખતે તેણે એક આશ્ર્ચર્યજનક વાત કહી: જયારે તે સ્કૂલમાં પહેલાં ધોરણમાં ભણતી હતી ત્યારે તેની કલાસમેટ હતી, સાક્ષી ધોની! અને આ વાત તેમને ગયા વર્ષે જ ખબર પડી હતી! તો આ વાત કેમ ખખર પડી? જયારે બંને એક ફંક્શનમાં સાથે હતા અને એમની વાતચિત ચાલતી હતી ત્યારે સાક્ષી ધોનીએ કહ્યું કે, તેનો તો જન્મ જ હૈખપનીમાં થયો હતો. ત્યારે એ બંનેને એહસાસ ઘયો કે બંને એક જ સમય પર, 1994માં એકજ સિટીમાં એક જ સ્કૂલમાં જતી હતી. તે વાતને લઇ ને બેય બહુ નવાઈ પામ્યા. પછી જયારે અનુષ્કાએ એક ગ્રૂપ ફોટોગ્રાફ જોયો તો તેમને ખ્યાલ આવ્યો કે, તેમાં બંને કલાસમેટસ હતા! અચંબાની વાત છે કે આગળ જતાં સાક્ષી તો ધોનીની પત્ની બની અને અનુષ્કા પછી વિરાટની પત્ની બની ગઈ. આવો યોગાનુયોગ પણ ભાગ્યે જ જોવા મળે.