સુપ્રસિદ્ધ યાત્રાધામ કાગવડ ખાતે સુલતાનપુર મા સેવાકીય પ્રવૃત્તિ કરતુ ગ્રૂપ વિરા ગ્રુપ દ્વારા 551 પક્ષીઓના માળા લગાવવામાં આવ્યા હતા વિરા ગ્રુપ છેલ્લા બે વર્ષ થી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં ટોટલ 3200 થી વધુ પક્ષીઓના માળા નું ફ્રી મા વિતરણ પણ કરેલું છે વિરા ગ્રુપ ના આ ચકલી ના માળા તદ્દન ઇકોફ્રેન્ડલી છે જે ખેત પિયત મા વપરાતા ટપક પદ્ધતિ ના પૂઠા માંથી બનાવવામાં આવે છે વિરા ગ્રુપ ને અત્યાર સુધીમાં 6 એવોર્ડ પણ મળેલા છે વિરા ગ્રુપ સ્વચ્છ ભારત અભિયાન તેમજ પક્ષી બચાવો અભિયાન જેવા સેવાકીય તેમજ લોકહિત ના કાર્યો કરી રહ્યું છે તાજેતર માં જ વિરા ગ્રુપ ના તમામ સભ્યો નું ગોંડલ ધારાસભ્ય તેમજ અગ્રણીઓએ પણ સન્માન કરેલ હતું જે નોંધનીય છે વિરા ગ્રુપ ના દિવ્યેશ કાછડીયા ની મહેનત ને લગન થી આ કાર્ય મા સાથ આપનાર શૈલેષ ગોંડલીયા, મનોજ ભાદાણી, લાલજી કાછડીયા, હર્ષદ ચોવટીયા, જૈમિન કાછડીયા, દિશાંત ચભાડીયા મુકેશ બોઘાણી, તુલસી રૈયાણી, રવિ ભાદાણી, તથા અન્ય વિરાગ્રૂપ ને સહયોગ આપનાર સભ્યો આજરોજ કાગવડ શક્તિવન મા પક્ષીને રહેવા માટેના માળા લગાવી ને સેવાકીય પ્રવૃત્તિ મા એક કદમ આગળ વધ્યા છે જે કાર્ય ને સુલતાનપુર ગામ લોકો દ્વારા વધાવવામાં આવ્યું હતું ને ગામલોકો એ વિરા ગ્રુપ ના આ કાર્ય ની નોંધ લીધી હતી.