આજરોજ ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ખેડા જિલ્લા પ્રમુખ ઈશ્ર્વર સિંહ પરમાર તથા તમામ તાલુકા પ્રમુખો અને કાર્યકરો સાથે ક્લેક્ટર કચેરી ખાતે ક્લેક્ટરને આવેદનપત્ર આપવામા આવ્યુ

જેમા ખેડા જિલ્લા ના કપડવંજ તાલુકાના નિરમાલી ગામે તારીખ 12/09/2020 ના રોજ પ્રાથમિક શાળાના શિક્ષક પટેલ મહેશભાઈ શિવા ભાઈ દ્રારા એજ શાળામાં ભણતી સગીરા વિદ્યાર્થીનીને પટાવી ફોસલાવી ખેતરમા લય જયને ત્રણ વખત દુષ્કર્મ આચરેલ છે અને શિક્ષકના પદ ને કલંકિત કરેલ છે જેની ફરિયાદ એક માસ અગાઉ કપડવંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે પરંતુ હજુ સુધી આરોપી પકડાયેલ નથી ગરીબ મા-બાપ ની દિકરીને ન્યાય મળેલ નથી તથા આરોપી ના સગા વહ્લા દ્રારા ગરીબ દિકરીના પરિવારને લોભામણી લાલચો અને ધાક ધમકી આપીને ફરીયાદ પાછી લેવા વારંવાર દબાણ કરવામા આવી રહ્યુ છે ત્યારે આવી નાબાલીક દિકરી પર અત્યાચાર ને પગલે સમગ્ર જનતામાં રોષ વ્યાપ્યો છે જેથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ખેડા જિલ્લા ટિમ દ્રારા આવેદનપત્ર આપી ન્યાય ની માગની સાથે શિક્ષક ને પકડી ને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામા આવી છે અને જો ૭૨ કલાકમાં ગુનેગાર સામે કાર્યવાહી કરવામા નહી આવે તો સમગ્ર ગુજરાતમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્રારા ઉગ્ર આંદોલન કરી દેખાવો કરવામા આવશે અને સરકાર શ્રી ને રજુઆત કરી કપડવંજ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના યુવાનો આમરણાંત ઉપવાસ પર ઉતરશે.
નમ્ર રજૂઆત કરતા આ સંવેદનશીલ સરકાર ના રાજમાં એક બાજુ બેટી બચાવો બેટી પઢાવો ના સૂત્રો આપવામા આવી રહ્યા છે ત્યારે સરકારી કર્મચારીઓ દ્રારા અને તે પણ એક શિક્ષક ના પદ પર રહેલ વ્યક્તિ દ્રારા દિનદહાડે સગીર બાળા પર કુકર્મ આચરીને પણ નિશ્ર્ચિત ફરી રહેલ છે જે એક શરમજનક બાબત છે.

 

  •  જગદીશ સોલંકી.