હારીજ તાલુકા પંચાયત ખાતે પ્રાથમીક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા તાજેતરમાં યોજાયેલ બ્લડ ડોનેટ કેમ્પમાં ૫૫ જેટલી બ્લડ બોટલ ડોનેટ કરવા બદલ હારીજ તાલુકા પ્રા. શિક્ષણ સંઘ તથા કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર સાહેબના વરદ હસ્તે હેન્ડ બ્લેન્ડર ની ભેટ આપવામાં આવી સન્માન કરવામાં આવ્યું. તથા હારીજ તાલુકા પ્રા. શિક્ષકોની નાણાં ધીરનાર મંડળી તરફથી શ્રી જયતીભાઈ માધાભાઈ ચાવડાને સહાયચેક આપવામાં આવ્યો હતો .
વધુમાં હારીજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મફત પ્લોટ યોજના અંતર્ગત ૬૦ જેટલા પ્લોટ મંજુર થયેલ જેમાં ૧૦ જેટલા પ્લોટ ના લાભાર્થીઓને માનનીય કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર સાહેબના વરદ હસ્તે પ્લોટ ની સનદ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ટી ડી .ઓ.યુ.એસ.ઠાકોર સાહેબ , હારીજ તાલુકાના સરપંચો , રાજુભાઇ દેસાઈ, દશરથજી ઠાકોર, રાજુભાઇ ઠક્કર, તથા તાલુકા પંચાયત તમામ સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનવ્યો હતો.

  • જેઠી નિલેષ પાટણ