કેશોદ: કેશોદ નાં નગરપાલિકા સદસ્ય અજીતભાઈ બાબુભાઈ વેગડ ને ટેલિફોન ની જરૂરિયાત હોય ત્યારે કેશોદ ટેલિફોન એક્સચેન્જ માં તા.૯/૧/૨૦૧૯ નાં રોજ માંગણી કરી હતી પરંતુ દોઢ વર્ષથી આજકાલ કરીને ગ્રાહક ને ધક્કા ખવડાવતા હતાં. આજરોજ સુધરાઈ સદસ્ય રૂબરૂમાં લેખિતમાં રજૂઆત કરવા કેશોદ ટેલિફોન એક્સચેન્જ ખાતે પહોંચતા જવાબદાર અધિકારી દ્વારા એવું જણાવ્યું હતું કે અમારી પાસે કેબલ ઉપલબ્ધ નથી. જ્યારે કેશોદના રાજકીય અને સહકારી ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતાં વ્યક્તિને સામાન્ય ટેલિફોન નું કનેક્શન લેવામાં દોઢ વર્ષ સુધી ધક્કા ખવડાવતા હોય ત્યારે સામાન્ય નાગરિકો ની શું સ્થિતિ હશે. આજનાં આધુનિક યુગમાં નેટ કનેક્ટીવીટી સાથે હાઈ ટેકનોલોજી સાથે ખાનગી કંપનીઓ વચ્ચે હરીફાઈ ચાલે છે ત્યારે સ્વદેશી બીએસએનએલ કંપની નું જોડાણ મેળવવા ઈચ્છતા હોય છે પરંતુ ટેલિફોન એક્સચેન્જ નાં અધિકારીઓ ની મનમાની ને કારણે ખાનગી કંપનીઓ તરફ ગ્રાહકો જઈ રહ્યા છે અને સરકારી કંપની નુકશાની ની ખાઈમાં ધકેલાઈ રહી છે. દોઢ વર્ષથી ટેલિફોન નું કનેક્શન મેળવવા ઝઝુમતા ગ્રાહકને કનેક્શન ક્યારે મળશે એ તો અધિકારી બાબુઓ જાણે…!
(અનિરુધસિંહ બાબરીયા – કેશોદ)