કોલેજ- ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્થળે સફાઇ અભિયાન હાથ ધરાયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમ્રગ ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે છે,તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામુહિક પ્રયાસોને મજબુત કરવા સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.આ કાર્યક્રમ અંતર્ગત કમિશનર ડો.ઓમ પ્રકાશની સુચના અને નાયબ કમિશનર એ.એસ.ઝાપડાના માર્ગદર્શન મુજબ શહેરમાં દૈનિક જુદી જુદી થીમ સાથે ખાસ સફાઈ અભિયાન શરુ કરવામાં આવેલ છે
- Advertisement -
જેમાં શહેરના વોર્ડ નં.1 થી 15મા આવેલ માર્કેટ સફાઇ, શૌચાલયો, શહેરના મુખ્ય માર્ગ તેમજ એમ.એમ ઘોડાસરા કોલેજ તથા જ્ઞાનબાગ ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા શહેરમાં આવેલ લોલ નદી કાંઠા આસ પાસ સફાઇ કરવામાં આવી તેમજ ભવનાથ વિસ્તારમાં વોકળા સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.તેમજ વોર્ડ-3માં આવેલ મારી શાળા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને કચરા વર્ગીકરણ તેમજ કંપોસ્ટીગ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હતું.વોર્ડનં.2માં સ્વછતા રથ દ્વારા કચરાનું વર્ગીકરણ અને પ્રતિબંધીત પ્લાસ્ટિક માટે માર્ગદર્શન આપવામાં આવેલ અને શહેરીજનોમાં જાગૃતિ આવે તે માટે પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું.