70માં વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત વિવિધ સ્પર્ધા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢના સક્કરબાગમાં પણ 70માં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીને લઇને ચિત્ર સ્પર્ધા, વન્ય પ્રાણીઓની ફોટોગ્રાફી સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા, ટ્રેઝર હન્ટ જેવી અનેક સ્પર્ધાઓ યોજાશે. વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીને લઇ સક્કરબાગમાં દરેકને ફ્રીમાં પ્રવેશ અપાતો હોય છે ત્યારે આ વર્ષે પણ તમામને ફ્રીમાં પ્રવેશ અપાશે. વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી આજથી 8 ઓકટોબર થવાની છે.
- Advertisement -
પરંતુ તમામને સક્કરબાગમાં ફ્રી પ્રવેશ 3 ઓકટોબરથી લઇને 8 ઓકટોબર સુધી મળશે. બુધવારે સકકરબાગ પ્રાણી સંગ્રહાલય બંધ રહે છે. દરેક પ્રાણીઓને એક દિવસઆરામ મળે, પ્રાણીઓના પાંજરાઓ વગેરેની વિશેષ સફાઇ થઇશકે તે માટે બુવધારે રજા રખાતી હોય છે.