ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગુજરાત પ્રદેશ સુચના અનુસાર રામ જન્મભૂમિ અયોધ્યામાં આવનાર યાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડતાનાં પડે તે માટે જૂનાગઢ મહાનગરથી એક વ્યવસ્થા કમીટીની રચના કરી અયોધ્યા ખાતે સેવાકાર્ય માટે મોકલેલ છે જેમાં જૂનાગઢ મહાનગરના ઉપાધ્યાયક્ષ ભરતભાઈ બાલસ, કિશાન મોર્ચાના ઉપાધ્યક્ષ મેણસીભાઇ સારીયા તથા વોર્ડ 10ના પ્રમુખ પ્રગનેશભાઈ રાવલ અયોધ્યા ખાતે આજે જૂનાગઢ થી ટ્રેન મારફત રવાના થયા હતા.
શ્રી રામ જન્મભુમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ અયોધ્યા દર્શન માટે જ્યારે લાખોની સંખ્યામાં યાત્રિકો અયોધ્યા જઇ રહ્યા છે ત્યારે આ ટીમ ત્યાં સેવાઓ આપશે.
ત્રણે સેવાભાવી કાર્યકરો ને જૂનાગઢ મહાનગર પ્રમુખ સહિત આગેવાનો હોદેદારો કાર્યકરોએ શુભકામનાઓ પાઠવી હતી તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદીમાં જણાવાયું છે.