જુનાગઢ ગણતરીના દિવસો પહેલા નરસિંહ મહેતા સરોવર ખાતે અજાણ્યા ઇસમો ગેરકાયદેસર માછીમારી કરતા હોય જાગૃત જીવદયા પ્રેમીઓને આ વાત ધ્યાને આવતા જુનાગઢ મહાનગરપાલિકાના જવાબદારો ને મૌખિક રજૂઆત કરતા આવા ઇસમોને ચેતવણી આપી આ ગોરખધંધો બંધ કરાવાયો હતો ત્યાં આજે હજારોની સંખ્યામાં મરેલા માછલા પાણીમાં દેખાતા નજરે જોનારાઓમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી
બનાવની સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ નરસિંહ મહેતા સરોવર માં આજે સવારના સુમારે પાણીમાં હજારોની સંખ્યામાં મરેલા માછલા તરતા દેખાતા જીવદયા પ્રેમીઓએ કચવાટ ની લાગણી વ્યકત કરી હતી સાથે સાથે જીવદયા પ્રેમી કાપડ એસોસિએશનના આગેવાન અને સ્થાનિક રહેવાસી હિતેશભાઈ સંઘવીને આ વાત ધ્યાને આવતા તેમણે આ અંગે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી ઓનું ધ્યાન દોરતા કાર્યવાહીની ખાતરી આપી હતી આ ઉપરાંત નજરે જોનાર અસંખ્ય સ્થાનિક રહીશોએ નજીકમાં પેટ્રોલ પંપ હોય પેટ્રોલ પમ્પ નો નીકળેલો વેસ્ટ કચરો અહીં ઠાલવ્યો હોવાના સણસણતા આક્ષેપો કર્યા હતા માછલા ઓના મૃતદેહોની હારે પેટ્રોલ જેવો પદાર્થ પણ પાણીમાં તરતો હોવાનું સ્થાનિકોએ રટણ કર્યું હતું ઘટનાના પગલે સ્થાનિકો તેમજ જીવ દયા પ્રેમીઓ ના બનાવના સ્થળે ટોળા ઉમટી પડ્યા હતા ઉપસ્થિત તમામે અરેરાટી સાથે કચવાટની લાગણી વ્યક્ત કરી હતી.

હુસેન શાહ