ગોંડલ શહેર પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે તાલુકાના પાટ ખીલોરી ગામે રહેતા મધુબેન ભીખાભાઈ સોલંકી ના મકાનની દીવાલ ગત રાત્રીના 12 વાગ્યે અચાનક ધરાશાયી થતાં ગ્રામજનોએ ભેગા થઈ જવા પામ્યા હતા સદ્નસીબે કોઇ જાનહાની થઇ ન હતી ઘટનાની જાણ ગામના સરપંચ હંસાબેન જગદીશભાઈ લુણાગરિયા તેમજ ઉપ સરપંચ શારદાબેન થતા તેઓ તુરંત દોડી ગયા હતા અને પીડિત પરિવારને જરૂરત નહિ તાકીદની મદદ પૂરી પાડી હતી