જુનાગઢ જિલ્લા ના જીજીઆરસી માન્ય કંપનીઓ ના ટપક અને ફુવારા નું વેચાણ કરતા ડિલરો દ્રારા જીજીઆરસી ને 1.7.2017 અનેક વાર સરકાર માં આવેદનપત્ર દ્વારા રજૂઆત કરાય જીજીઆરસી દ્વારા વારંવાર નવા નિયમો લાવે છે જેના કારણે ડિલરો અને ખેડૂતો ને પરેશાન થવું પડે છે. જીજીઆરસી દ્વારા ફુવારા વસાવેલ તે ખેડૂતો ને ટપક લેવી હોય મળતી નથી અને પહેલા જીજીઆરસી દ્વારા કોઈ પણ સરક્યુલર વગર બંધ કરેલ અને જ્યારે બીજા રાજ્યો માં સહાય મળે છે તો ગુજરાત કેમ નહીં. 7 વર્ષ બાદ પુનઃ સબસીડી લેવા માં સરકારે ખેડૂતો ને 45% સહાય આપવા માટે ગુજરાત સરકારે 18.9.2018 GR કરેલ છે જેના કારણે ખેડૂતો ને સબસીડી ના બરાબર છે. 45% માંથી 12% GST ખેડૂત સુધી માત્ર 33% સબસીડી પોતે છે. હાલ માં જ જીજીઆરસી દ્વારા ટપક અને ફુવારા ના રેસીયા નો નિયમ લાગુ કરવામાં આવેલ જેમાં કંપની ઓ ને 65 હેક્ટર ની ટપક નું કામ કરે તોજ 35 હેકટર ના ફુવારા વેચાણ કરી શકે જેના કારણે ખાસ કરી ને જુનાગઢ જિલ્લા ના ખેડૂતો ફુવારા વસાવી શકતા નથી જુનાગઢ જીલ્લા માં મગફળી નું વાવેતર વધુ થાય છે જેના કારણે ખેડૂતો ફુવારા સિસ્ટમ વધુ વસાવે છે જીજીઆરસી માત્ર સહાય વિતરણ કરવા નું કાર્ય કરવાનું છે. જીજીઆરસી દ્રારા અમુક એવા નિર્ણયો કરે છે જેના કારણે ખેડૂતો સૂક્ષ્મ પિયત પધ્ધતિ વસાવી શકતા નથી.આવા તમામ નિયમો ના કારણે ખેડૂતો અને ડીલરો અનેક મુશ્કેલી ઓ આવે છે જેના કારણે જુનાગઢ જીલ્લા ના તમામ ડીલરો સાથે મળી જ્યાં સુધી જીજીઆરસી પોતાના નિયમો માં ફેરફાર ના કરે ત્યાં સુધી ટપક અને ફુવારા સબસીડી માટે ની અરજી ઓ ૧.૧૨.૨૦૨૦ થી ડીલરો સ્વીકારશે નહીં

 

  • જીજ્ઞેશ પટેલ માણાવદર