દીવ પ્રશાસક પ્રફુલ પટેલ એ દીવ નો ચાર્જ સંભાળ્યા પછી દમણ દીવ દાદરા નગર હવેલી મા અનેક વિકાસીય કાર્યો કરવામાં આવી રહ્યા છે જેમાં દીવ ના ઘોઘલા બીચ નો વિકાસ કરવાથી આજે દીવ નું નામ વિશ્વ ફલક પર ચમકાવ્યુ છે સંઘપ્રદેશ ના પ્રશાસક પ્રફુલ પટેલ ના માર્ગદર્શન અને જીલ્લા કલેકટર શ્રીમતી સલોની રાય ના નેતૃત્વ માં આજે દીવ ના ઘોઘલા બીચ ને “બ્લુ ફ્લેગ” સર્ટિફિકેટ થી સન્માનિત કરવામાં આવ્યું છે આજે દીવ કલેકટર શ્રીમતી સલોની રાય એ આજે ખૂશી વ્યક્ત કરતા દીવ ની જનતા ને ટ્વીટ ના માધ્યમ થી જાણકારી આપી હતી સાથે દીવ માં આવનાર પર્યટકો ને ખાસ ઘોઘલા બીચ ની મુલાકાત કરવા અપીલ કરી છે દીવ ના ઘોઘલા બીચ પર વિશ્વ કક્ષાએ મળી રહે તેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે દીવ ના ઘોઘલા બીચ સહિત દેશ ના બીજા સાત દરિયા કિનારાઓ ને એમ કુલ આઠ બીચો ને “બ્લુ ફ્લેગ” મા સામિલ કરવામાં આવ્યું છે અને તેમને “બ્લુ ફ્લેગ” નું પ્રમાણ પત્ર પ્રાપ્ત કર્યું છે દેશ ના સમગ્ર દરિયા કિનારા માં ઘોઘલા બીચ ખૂબજ સુંદર બીચ ના નામે પણ પ્રખ્યાત છે

  •  મણીભાઈ ચાંદોરા