ગિરનાર સાધુ મંડળ ને જબરો આચકો

જુનાગઢ ગિરનાર તીર્થ ક્ષેત્ર ના કમડંલકુંડ અને રાણપુર- રાણેશ્વર મહાદેવની જગ્યાના લઘુ મહંત શ્રી મુકતાનંદગીરી (સ્વામી )જી કોરોના સંક્રમણની ઝપટમાં આવી ગયેલા અને હાલ રાજકોટ ખાતે સારવાર દરમ્યાન બ્રહ્મલીન થતા સાધુ સમાજ માં આઘાત ના ઘેરા પડઘા પડ્યા છે
બ્રહ્મલીન થનાર મુકતાનંદ બાપુ (સ્વામી) જી રાણપુરના રાણેશ્વર મંદિર,ગિરનાર તીર્થ ક્ષેત્રના કમંડળ કુંડ, ભવનાથ તીર્થક્ષેત્રમાં આવેલ વસ્ત્રાપથેશ્વર મહાદેવ મંદિર, સહિતની અનેક ધાર્મિક જગ્યાઓ સાથે તેઓ સંકળાયેલા હતા.ગિરનાર પર્વત પર દત્ત શિખર અને કમડંલકુંડ નો વિકાસ તેમણે કયોઁ હતો અને ધણી સુવિધાઓ ઉભી કરી હતી અને યાત્રિકો માટે અનેક સગવડો ઉભી કરી હતી , તેમનું ગીરનાર ના વિકાસ માટેનું યોગદાન ગિરનાર પર સદાય સહુને યાદ રહેશે. તાજેતરમાં કમંડળ કુંડ ખાતે પ્રસિદ્ધ રામાયણી મોરારી બાપુની રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું હાલ તેમની ઓચિંતી વિદાયથી આયોજન સામે પણ ભાવિક ભક્તોમાં પ્રશ્નાર્થ ઉભો થવા પામ્યો છે તેમના દેવલોક ગમન બાદ આ અંગેના સમાચાર તેમના ગુરુ મહેશ ગીરી ગુરુ અમૃતગીરી ને મળતા તેઓ પણ રાણપુર આવવા રવાના થયા હતા સતત સેવાની ભાવના અને ધર્મ રક્ષણ માટેની પ્રતિબદ્ધતા થી ખૂબ મોટો સેવક સમુદાય ધરાવતા બાપુને સૌએ અશ્રુ ભીની આખે વિદાય આપી હતી એક તબક્કે આખુ રાણપુર ગામ હિબકે ચડ્યુ હતુ હાલ સરકાર ની ગાઈડલાઈન મુજબ તેમને રાણપુરના રાણેશ્વર મંદિર ખાતે સમાધી આપવા તૈયારી ઓ ચાલુ હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

  • હુસેન શાહ(જૂનાગઢ)