રાજકોટ – ઘાસચારાનું વાવેતર ધરાવતા ખેડૂતોમાં જુવારના પાકમાં સાંઠાની માખીનો ઉપદ્રવ ન થાય તે માટે સતત નિરિક્ષણ કરતા રહેવું, જો ઉપદ્રવ વધુ હોય તો ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ ટકા એસ.એલ. ૫ મિ.લી./૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. મકાઈના પાકમાં ફોલ આર્મી વર્મનો ઉપદ્રવ ન થાય તે માટે માટે સતત નિરિક્ષણ કરતા રહેવું, જો ઉપદ્રવ વધુ હોય તો રીનક્ષીપાયર ૨૦ એસ.સી. ૪ મિ.લી./૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો, તેમ તરઘડીયા સ્થિત સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, જુ.કૃ.યુ.,ની યાદીમાં જણાવાયું છે.
ઘાસચારાનું વાવેતર ધરાવતા ખેડુતો જોગ કૃષિ વૈજ્ઞાનિક ભલામણ
Follow US
Find US on Social Medias


