જસદણના અનેક ઘરોમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી આવતું હોવાનું આવ્યો સામે..

જસદણના ગંગાભુવન વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા અનેકવાર રજૂઆત કરતાં હજી સુધી કોઈ નિરાકરણ નહીં..

આશરે ચાર મહિના થી આવી રહ્યું છે અશુદ્ધ પાણી..

જસદણ શહેરમાં અત્યંત રોગચાળો વધી રહ્યો છે ત્યારે ટાઈફોડ અને મેલેરિયા કેશો વધી શકે તેવી શક્યતા…

જસદણ પાલિકાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી પરન્તુ ત્રણ દિવસ વીતી ગયા હજી સુધી કોઈ નિરાકરણ નહીં..

ત્યારે પીવાની પાણીની લાઈનમાં ગટરનું પાણી આવતું હોય તેના કારણે અત્યંત રોગચાળો વધી રહ્યો છે તેવું કહી શકાય..

જોકે સ્થાનિકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ગંગાભુવન ની અંદર કોરોના પ્રસરી રહ્યો છે તે ગટરલાઈન નું પાણી જવાબદાર હોઈ શકે તેવું લાગી રહ્યું છે ..

આવું જ પાણી હજી સુધી બંધ નહીં થાય તો આગળ પરિસ્થિતિ બહુ ખરાબ આવી શકે તેવી સંભાવના..

 

  • અહેવાલ : કરશન બામટા આટકોટ