• ગ્રામજનો દેશના વિકાસ ની રેસ માં સહભાગી બનવા અપીલ કરી રહ્યા છે

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાની પંચાલ નુ ખાડીયાકુવા કુવા ફળિયું આશરે 1500 થી 2000 વસ્તી ધરાવતું ફળિયું દેશ ની આઝાદી ના વષૉથી આજ સુધી સુવિધાઓથી વંચિત ખાડીયાકુવા પંચાલ પ્રા
થમિક શાળા ધોરણ 1થી 7 આવેલી છે.પરતુ આજ સુધી કોઈ પાકો રસ્તો જ નથી ફળિયામાં પાણી માટે પણ વલખાં તાજેતરમાં આ વિસ્તાર માં ખુબ ઓછા પ્રમાણમાં વરસાદ પડયો છે.ત્યારે આ ઉનાળો એમના માટે પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થશે .આજે પંચાલ ખાડીયાકુવા વિસ્તારના ગ્રામજનો ભેગા મળી ને તળાવો ભરવા અને રસ્તો બનાવવા માટે સરકાર મા અસરકારક રજુઆત કરવી તેવુ નક્કી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અરવલ્લી જીલ્લા પંચાયત ના સદસય જયેશ અસારી મેઘરજ તાલુકા પંચાયત ના સદસય નરેશ ડામોર હાજર રહી એ આગળ ની રજૂઆતો અને રણનીતિ વિચે વિસ્તૃત માહિતી આપી ને માહિતગાર કર્યા હતા