ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ બિલ
દુષ્કાળ જાહેર કરશો કે કેમ?, વિધાનસભામાં વિપક્ષે ખેડૂતો મુદ્દે સરકારને સાણસામાં લીધી
- Advertisement -
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે મહત્વના ગણાતા ગુજરાત ભાડા વિધેયક, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ગુજરાતની ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું
એકત્રીકરણ કરવા સુધારા વિધેયક રજૂ કરાશે. આ પહેલાં પ્રશ્નોતરી કાળ થયો હતો. મહાનગર પાલિકાઓ, હોસ્પિટલો, નેશનલ હાઇવે પરના એકમો, રેલવે સ્ટેશનો, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જ ૨૪ કલાક દુકાન
ચાલુ રાખવાની છૂટ હતી. નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગના એકમો ૨થી સવારે ૬ અને બાકીના વિસ્તારોમાં રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની જોગવાઈ હતી. તેમાં હવે સંપૂર્ણ મુક્તિ અપાઈ છે. જોકે
કામદારોના રજા સહિતના હકો અને સુરક્ષા સંબંધિત જોગવાઈઓ યથાવત રહેશે. ગુમાસ્તા ધારામાં હવે નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
નોંધણીની અરજીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવામાં આવી છે. આ દરમિયાન વરસાદની અછત અને ખેડૂતોના પાક નુકસાન મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે સવાલ-જવાબ થયા હતા. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું
કે, વિજય રૂપાણીના મુખ્યમંત્રીકાળમાં સતત ચાર અઠવાડિયા સુધી વરસાદ ન પડે તો દુષ્કાળ જાહેર કરી શકાય તેવો પરિપત્ર કરવામાં આવ્યો હતો અને કેટલાક તાલુકાઓમાં ચાર અઠવાડિયાથી વરસાદ થયો નથી, ત્યારે આવા
વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરવામાં આવશે કે કેમ તે અંગે સરકારને સવાલ કર્યો હતો.
પાક નિષ્ફળતા અંગે સરકાર યોગ્ય નિર્ણય કરશેઃ ઋષિકેશ પટેલ
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વરસાદના અભાવે પાક નિષ્ફળ ગયેલા વિસ્તારોમાં ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ કરી હતી. તેના જવાબમાં સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વિમલભાઈનો પ્રશ્ન યોગ્ય છે અને ખેડૂતોને
આપવામાં આવતી લોનમાં વ્યાજ લેવામાં આવતું નથી, જ્યારે પાક નિષ્ફળતા અંગે સરકાર યોગ્ય નિર્ણય કરશે.




