છેલ્લા પોણા બે વર્ષમાં વિશ્વમાં ૩૦ કરોડ લોકોને કોરોના સંક્રમણ થયું જેમાંથી ૪૦ લાખના મુત્યુ થયા છે. દુનિયા આખીએ લોકડાઉનનો અનુભવ કર્યો,વેકિસન શોધાતા વેકિસનેશન પ્રોગ્રામ શરુ થયા તેમ છતાં કોરોનાનો અંત આવતો દેખાતો નથી. અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી રોજના સરેરાશ ૧ લાખ જેટલા નવા કોરોના કેસ નોંધાય છે. કોરોનાના ડેલ્ટા વેરિએન્ટથી લોકો ડરી રહયા છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નું માનવું છે કે કોરોના વાયરસ વર્ષો સુધી સાથે રહે તેવી શકયતા છે. કોરોના વાયરસનો તાત્કાલિક કોઇ જ ઇલાજ નથી કારણ કે નવો વેરિએન્ટ હર્ડ ઇમ્યુનિટી મેળવવાના પ્રયાસોને નિષ્ફળ બનાવી રહયો છે.
- Advertisement -
અગાઉ WHOના નિષ્ણાતોનું માનવું હતું કે વિશ્વમાં ૭૦ ટકા જેટલું કોરોના વેકિસનકાર્ય પૂર્ણ થશે ત્યારે મોટા ભાગના દેશોમાંથી કોરોના વાયરસની મહામારી ખતમ થઇ જશે. હાલમાં વિશ્વમાં ૫ અબજ લોકોથી વધુએ કોરોના વેકસિનનો કમસેકમ એક ડોઝ લીધો છે પરંતુ કોરોના મહામારીનો ખતરો ટળ્યોે નથી. કોવિડ-૧૯ની ત્રીજી લહેર આવવાના ડરમાં જીવી રહયા છે. પહેલા કોરોના વાયરસનો પૃથ્વી પરથી નાશ થવા માટે જે પણ જમીની હકીકત હતી તે હવે બદલાઇ રહી છે. ડેલ્ટા અને નવા વેરિએન્ટ બાબતે ચોકકસ તારણ પર આવવું અત્યંત મુશ્કેલ છે. જો કે વેકિસનનો સૌથી મોટો ફાયદો એ દેખાઇ રહયો છે કે સંક્રમણનો ભોગ બનનારા લોકોમાં સામાન્ય લક્ષણો જોવા મળી રહયા છે
- Advertisement -
એટલું જ નહી તે સાજા પણ જલદી થાય છે તે રાહતની વાત છે. વર્તમાન સમયમાં વેકિસનેશન માટે જે સ્ટ્રેટેજી ઘડવામાં આવી છે તેમાં પણ ધરમૂળથી બદલાવ લાવવાની જરુર છે. રસીની અસરકારકતામાં હજુ પણ વધારો કરવાની જરુર જણાય છે. જો વિસ્તારોમાં વસ્તીની ગીચતા વધારે છે તેમાં માત્ર વેકિસનેશન પુરતું નથી પરંતુ સારી આરોગ્ય વ્યવસ્થા ગોઠવવાથી જ બીમારી સામે રક્ષણ મેળવી શકાય છે.ભારતમાંથીલ મળેલો ડેલ્ટા વેરિએન્ટ એક વ્યકિતથી બીજી વ્યકિતમાં ૬૦ ટકા જેટલો ઝડપી ફેલાઇ રહયો છે. હવે કોલંબિયામાં મળેલો મ્યૂ વેરિએન્ટ ચિંતાજનક છે. આ વેરિએન્ટને પ્રથમવાર જાન્યુઆરી ૨૦૨૧માં કોલંબિયામાં ઓળખવામાં આવ્યો હતો.