મહેશ પુરોહિત
ઈરાન વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં શાસન વ્યવસ્થાનું મૂલ્યધારક માળખું સંપૂર્ણપણે ધર્મ પર આધારિત છે ‘ધર્મતંત્ર’ તરીકે ઓળખાતી વ્યવસ્થા અહીં શિયા ઇસ્લામના આધ્યાત્મિક નેતાઓ દ્વારા ચલાવવામાં આવે છે, લોકશાહી કે રાજાશાહી નહીં, પણ ‘વિલાયત-એ-ફકીહ’ ઈરાનની વાસ્તવિક તાકાત છે
- Advertisement -
કોઈ પણ દેશને સમજવા માટે તેની શાસન વ્યવસ્થા સમજવી જરૂરી છે. કારણ કે શાસન વ્યવસ્થાનો નાગરિકો પર ઊંડો પ્રભાવ હોય છે. હાલમાં ઈરાન ચર્ચામાં છે, તો ઈરાનની શાસન વ્યવસ્થા કેવી છે? શું ત્યાં લોકતંત્ર છે? શું ત્યાં રાજાશાહી છે? શું ત્યાં લશ્કર શાસન છે? શું ત્યાં સરમુખત્યાર શાસન છે? શું ત્યાં કોમ્યુનિસ્ટ શાસન છે?
ઉપર આપ્યા તેમાંથી એક પણ વિકલ્પ ઈરાને અપનાવ્યો નથી. તો ઈરાનની વર્તમાન શાસન વ્યવસ્થા કઈ છે? તમને નવાઈ લાગશે ઈરાનમાં લાગુ છે તે વ્યવસ્થા છે ‘ઝવયજ્ઞભફિભુ‘ અર્થાત ‘ધર્મતંત્ર‘ એ લોકોની ભાષામાં કહું તો શાસન વ્યવસ્થાનું નામ છે ’વિલાયત-એ-ફકીહ‘ જેનો અર્થ થાય છે ‘ઇસ્લામિક મૂલ્યો અનુસારની શાસન વ્યવસ્થા‘ આ વ્યવસ્થા ઈરાનમાં ઈ.સ. 1979 માં લાગુ થઇ અને ઈરાન સિવાય કોઈ જગ્યાએ લાગુ નથી.શું આ શાસન વ્યવસ્થાનો કોઈ ઇતિહાસ છે? તો વાત એમ હતી કે આ શાસન સિદ્ધાંત શિયા ઇસ્લામની ‘ઝાફરી શાખા’માં લખેલો છે. જેમના માનવા અનુસાર મુંહમદ પેગમ્બર સાહેબ બાદ કુલ 12 ઇમામ ઉતરાધિકારી હતા. જેમાં 12 માં નંબરનાં હતા ‘ઇમામ મહેંદી’ તે નવમી સદીમાં ગાયબ થઇ ગયા. અર્થાત તેઓ પૃથ્વી પર હાજર તો છે પણ સમય આવે અલ્લાહની મરજીથી આપણી સામે આવશે. જેને આ લોકો ઉેંરૂટ-ઊ-ઇૂંરૂૄળ કહે છે. ( થોડું હિંદુ ધર્મમાં ચિરંજીવી અવતાર જેવું ) અને વિશ્વમાં શાંતિ સ્થાપશે.
હવે, શિયા સમુદાયમાં આ ઇમામ લોકોને જીવન જીવવા માટે માર્ગદર્શન આપતાં અને ધાર્મિક આદેશ આપતાં, તો આ પદ ખાલી પડ્યું તેનું શું? તેના માટે વ્યવસ્થા ઉભી થઇ કે જ્યાં સુધી ઇમામ મહેંદી પૃથ્વી પર આપણી સમક્ષ પ્રગટ ન થાય (જેને આ લોકો ઘવક્ષ્ફ કહે છે.) ત્યાં સુધી તેમના દૂત આપણને આદેશ આપશે. એ લોકોની માન્યતા અનુસાર આ દૂત ઇમામ મહેંદીનાં સંપર્કમાં હતા. એવા ચાર દૂત થઇ ગયા. ચોથા દૂતનાં મૃત્યુ બાદ, નક્કી કરવામાં આવ્યું કે હવે આ પરંપરા નહીં પણ નવી પરંપરા .પળઘળૃ-ઊ-ટઇંબડિ સ્થાપવામાં આવી. જે અનુસાર ધર્મનાં જાણકાર ( અળ્રૂટૂંળવ ) માર્ગદર્શન આપશે પણ ઇમામ મહેંદીની સાક્ષી છે એવું માનીને.
ઈ.સ 941 થી હમણાં સુધી શિયા મુસ્લિમ માટે માર્ગદર્શનની આ જ વ્યવસ્થા પળઘળૃ-ઊ-ટઇંબડિ ચાલી આવે છે. જેમાં ધાર્મિક, સામાજિક અને અન્ય માર્ગદર્શન આપવામાં આવતું. પણ હાલના ઈરાનનાં સ્થાપક અને પૂર્વ સુપ્રીમ લીડર ‘આયતુલ્લાહ રુહોલ્લાહ ખોમૈની’એ નવો વિચાર આપ્યો કે આપણી આ વ્યવસ્થા ફક્ત ધાર્મિક અને સામાજિક વ્યવસ્થા માટે જ નથી પણ રાજકીય માર્ગદર્શન માટે પણ એટલી જ ઉચિત છે. માટે આપણે આ વ્યવસ્થા અનુસાર જ રાજ્ય વ્યવસ્થા પણ ચલાવવી જોઈએ. આયતુલ્લાહ રુહોલ્લાહ ખોમૈનીએ જયારે આ આંદોલન ચલાવ્યું ત્યારે ઈરાનમાં રાજાશાહી હતી અને શાહ મોહમ્મદ રેઝા પહલવીનું શાસન હતું. ખોમૈનીએ લોકોમાં ઇસ્લામિક શાસન વ્યવસ્થા માટે પ્રચાર કર્યો તેનો દેશ નિકાલ થયો, ઈ.સ. 1979 આવતા આવતા તેની જીત થઇ અને તેઓ ઈરાનને સંપૂર્ણ ઇસ્લામિક શાસન બનાવવામાં સફળ રહ્યા. હવે, જેમ આપણે ત્યાં સર્વોચ્ચ સત્તા રાષ્ટ્ર્રપતિ પાસે હોય તેમ ઈરાનની વ્યવસ્થામાં ‘સુપ્રીમ લીડર’ હોય જેને એસેમબલી ઓફ એક્સપર્ટ દ્વારા નિમવામાં આવે છે. આ એસેમબલીમાં શિયા ધર્મનાં વિદ્વાન અને કાનૂનનાં જાણકારો હોય છે. આ એસેમબલી આ કાર્ય સિવાય બીજું કોઈ કાર્ય કરતી નથી. તેઓ એ જોશે કે આપણાં સુપ્રીમ લીડર ધર્મનાં જાણકાર છે અને નેતૃત્વ ક્ષમતા છે? તે અનુસાર સુપ્રીમ લીડરની પસંદગી કરશે. સુપ્રીમ લીડર ‘આયતુલ્લાહ’ ( ધાર્મિક નિષ્ણાંત તરીકેની પદવી ) હોવો જ જોઈએ. હમણાં સુધી બે સુપ્રીમ લીડર બન્યા. પ્રથમ આયતુલ્લાહ રુહોલ્લાહ ખોમૈની ( 1979 – 1989 ) બીજા આયતુલ્લાહ અલી ખામેનઈ ( 1989 થી હમણાં સુધી ) આ પદ આજીવન હોય છે. આ પદ પર બેઠેલો વ્યક્તિ ઇમામ મહેંદીનાં સીધા પ્રતિનિધિ ગણવામાં આવે છે. આખા ઈરાનની સંપૂર્ણ સત્તા આ સુપ્રીમ લીડર પાસે હોય છે. તે જ સુરક્ષા વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા, કાયદો વ્યવસ્થા બધું જ નક્કી કરે. ત્યાં ચૂંટણી થાય જેમાં રાષ્ટ્ર્રપતિ ચૂંટાય પણ તેની ઉપર સુપ્રીમ લીડર હોય છે. ત્યાં સંસદ કોઈ કાયદો પાસ પણ કરે તો ત્યાં 12 ઇસ્લામિક વિદ્વાન હોય જે નક્કી કરશે કે આ કાયદાઓ શરીયત અનુસાર છે કે નહીં? મતલબ ત્યાં લોકશાહી જેવું કઈ છે જ નહીં. અંતિમ સત્તા એવા લોકો પાસે છે જે ચૂંટાયા નથી પણ ધાર્મિક બાબતમાં નિષ્ણાંત છે.
- Advertisement -
વિશ્વમાં ઘણા દેશો છે જ્યાં અલ્પ ધર્મ તંત્ર લાગુ છે. સાઉદી આરબ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન જેવા ઘણા દેશોમાં ઇસ્લામિક શાસન છે. પણ વહીવટી બાબતે આ લોકો ઇસ્લામને ફોલોવ નથી કરતાં આધુનિક વ્યવસ્થા અપનાવે છે. જયારે ઈરાન 100% ઇસ્લામિક શાસન વ્યવસ્થા છે. ઈરાનની શાસન વ્યવસ્થાનાં જ કારણે ઇરાક, કુવૈત, સાઉદી અરેબીયા વિરોધી છે. જો ઈરાની મોડેલ લાગુ થાય તો એ લોકોનાં હાથમાંથી શાસન જાય. માટે જ આજે ઈરાનને કોઈ મુસ્લિમ દેશનો સાથ મળતો નથી. આ સજ્જડબંધ ઇસ્લામિક શાસન હોવાથી અમેરિકા ધાર્યું કરી શકતું નથી. ઉપરાંત વર્તમાન ઈરાનની સ્થાપનાનું સૂત્ર જ છે ડેથ ઓફ અમેરિકા, ઈઝરાયેલ એન્ડ વેસ્ટ. એના કારણે જ તેણે પોતાની તાકાત વધારવા માટે ન્યુકલીયર શક્તિ બનવું છે અને અમેરિકા અને ઈઝરાયેલને નચાવવું છે. જેમાં 90% સફળ થઇ ગયું છે અને વર્તમાન યુદ્ધ પણ એનો જ ભાગ છે કે ઈરાન જેવો ધાર્મિક કટ્ટર અને રૂઢિવાદી દેશ ન્યુકલીયર પાવર હોવો ન જ જોઈએ. ઈરાનમાં ‘મોરલ પોલિસીંગ‘ વ્યવસ્થા છે.
મતલબ ત્યાં પોલીસ સતત લોકો વચ્ચે નિરીક્ષણ કરતી હોય કોઈ છોકરી હિઝાબ ન પહેર્યો હોય તો ધરપકડ કરી જેલમાં નાંખે. ઈ.સ. 2022 માં આવી જ રીતે એક છોકરીનું જેલમાં મૃત્યુ બાદ ’ગજ્ઞ ઇંશષફબ‘ આંદોલન થયું હતું. ત્યાં પશ્ચિમ સંગીત પર પ્રતિબંધ છે. ટીવી, મીડિયા અને ઇન્ટરનેટ ટોટલી ઇસ્લામિક નિયમ અનુસાર સેન્સર કરવામાં આવે છે. હવે, મૂળ વાત કરું! આટલા કટ્ટર દેશનો આપણે ત્યાંનાં સેકુલરો અને ઇસ્લામિક લોકો સમર્થન કરે છે અને ભારતમાં હિંદુ રાષ્ટ્ર્રનો વિરોધ કરે છે. ભારતમાં બેઠા કોમ્યુનિસ્ટ ઈરાનને સમર્થન કરે છે જયારે ઈ.સ. 1979 માં 10,000 કોમ્યુનિસ્ટની હત્યા, જેલ અને દેશ નિકાલ કરવામાં આવ્યો વર્તમાનમાં ત્યાં કોમ્યુનિસ્ટ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.બીજું આપણે ત્યાં ખોટા બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના બને છે. ઈરાન શિયા શાસન છે અને તેનું સૌથી મોટુ દુશમન તો ઇરાક છે. આપણે ત્યાં એટલું ક્ધફ્યુઝન છે કે સદામ હુસૈન પણ હિરો અને ખોમેની પણ! જયારે આ બન્ને 10 વર્ષ સામ સામે યુદ્ધ લડ્યા અને 10,00,000 મુસ્લિમની હત્યા કરી. આપણે ત્યાંનાં લોકો માટે પસંદગી નૈતિકતાનાં આધારે નથી પણ કોના વિરોધમાં છે તેના આધારે થાય છે.
નોટ: ભારતમાં હિંદુ 85% હોવા છતાં સંપૂર્ણ સંવિધાનનું શાસન છે એ જ દર્શાવે છે. હિંદુ સ્વભાવથી જ સહિષ્ણુ છે.