જૂનાગઢમાં ગરીબ કલ્યાણ યોજનાની કીટ મુદ્દે રોષ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
- Advertisement -
જૂનાગઢ રાજ્ય સરકાર તરફથી ગરીબ કલ્યાણ યોજનામાં સરકાર દ્વારા અલગ-અલગ રીતે કીટો આપી લોકોની સહાય કરવામાં આવે છે. જેમાં અનેક કીટો લાભાર્થીઓને આપવામાં આવી હતી. ત્યારે આ કીટો 25 હજારની જગ્યાએ 1500ની કીટ મળતા ગરીબ લાભાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે.
રાજય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ યોજનામાં પ્રિયાબેન ચૌહાણને પણ રૂપિયા 25 હજારની સહાય યોજના મુજબ સહાય કીટ મળી હતી જે કીટ મળી હતી તે ફકત રૂા.1500ની સહાય આવી હતી તેમજ જે કીટ મળી હતી તે કીટ માટે કુપનમાં સહાય લાભાર્થી તરીકેનો સીકકો પણ મારી દીધેલ હતો તેની સાથે મહિલાના ભાઇને ટ્રાવેલીંગ ખર્ચે રૂા.300 અને બંનેના રોજ પેટેના રૂા.500 લેખે 1000 થતા એ પણ નહીં મળ્યાનો આક્ષેપ કર્યો હતો અને મુર્ખ બનાવ્યા હોવાનું જણાવીને આ કીટ કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર કચેરીએ કોઇ યોગ્ય પ્રત્યુતર નહીં મળતા તે કીટને ત્યાં જ અધિકારીની ઓફીસ પાસે મુકીને લાભાર્થી મહિલા જતી રહી હતી અને કુપનમાં લગાવેલ સીકકો દૂર કરવાની માંગણી કરતી લેખીતમાં અરજી કરી હતી.