- હૈદરાબાદમાં રહેલી તેમની પત્નીએ વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો
અમેરિકાના શિકાગોમાં જાનલેવા હુમલોનો ભોગ બનનાર ભારતીય સ્ટુડન્ટે સોશઅયલ મીડિયાપર એક વીડિયો જાહેર કરીને મદદ માંગી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ભારતીય સ્ટુડન્ટ સૈયદ મજાહિર અલીના માથા અને નાકમાંથી લોહી નિકળી રહ્યા છે અને તેઓ મદદ માંગી રહ્યા છે. જયારે હૈદરાબાદમાં રહેલા સ્ટુડન્ટના પત્નીએ વિદેશ મંત્રીને પત્ર લખીને માંગણી કરી છે કે, સરકાર તેમના અને તેમના ત્રણ બાળકોને અમેરિકા મોકલવાની વ્યવસ્થા કરી આપે.
- Advertisement -
પત્નીએ પત્ર લખીને વિદેશ મંત્રાલય પાસે મદદ માંગી
સૈયદ મજાહિરની પત્ની સૈયદ રૂકૈયા ફાતિમા રિઝવીએ વિદેશ મંત્રીને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું કે, હું શિકાગોમાં રહેલા મારા પતિની સુરક્ષાને લઇને ચિંતિત છું. હું અપીલ કરું છું કે, કૃપા કરીને મદદ કરો અને તેમને સારી સારવાર આપવામાં આવે અને જો જરૂર પડે તો મને અને મારા બાળકોને અમેરિકા મોકલવા માટે વ્યવસ્થઆ કરે જેથી હું મારા પતિની સાથે રહી શકું.
Wife of Indian student attacked in Chicago seeks EAM Jaishankar's help
Read @ANI Story |https://t.co/KThKcgR7cf#SJaishankar #Hyderabad #India #Chicago #SyedMazahirAli pic.twitter.com/Z2ADSLnr9B
- Advertisement -
— ANI Digital (@ani_digital) February 7, 2024
ભારતીય વિદ્યાર્થીએ વીડિયો જાહેર કરીને મમદ માંગી
હૈદરાબાદમાં રહેનારા સૈયદ અલી શિકાગોમાં વેસલેયાન યૂનિવર્સિટીથી આઇટીમાં માસ્ટર ડિગ્રી કરી રહ્યો છે. છેલ્લા 4 ફેબ્રુઆરીના શિકાગોમાં તેમના ઘરની નજીક ત્રણ હુમલાખોરે તેમના પર હુમલો કર્યો. ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે, જેમાં હુમલાખોર સૈયદ મજાહિર પર દોડીને પકડતા જોવા મળી રહ્યા છે. આ ઘટના પછી તેમણે સોશ્યલ મીડિયા પર આ વીડિયો જાહેર કર્યો છે અને કહ્યું કે, 4 લોકોએ મારા પર એ વખતે હુમલો કર્યો, જયારે હું મારા ઘરે પરત ફરી રહ્યો હતો. હું મારા ઘરની નજીક ફસડાઇ પડયો અને તેમને મારી સાથે મારામારી કરી. મારી મદદ કરો, કૃપા કરીને મારી મદદ કરો.
હાલના દિવસોમાં વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો પર હુમલાના સમાચાર વધી ગયા છે. છેલ્લો હુમલો ઓહિયા વિસ્તારવા સિનસિનાટીમાં શ્રેયસ રેડ્ડૂ નામના ભારતીય સ્ટુડન્ટ પર સંદિગ્ધ પરિસ્થતિમાં મોત થઇ હતી. આ પહેલા પણ બે વિદ્યાર્થિઓની મોત થઇ હતી.