ઉનાળામાં ટેનિંગ અને સનબર્નથી સ્કિનને બચાવવી ખૂબ જ જરૂરી બની જાય છે. એવામાં તમે હોમમેડ ફેસ પેકનો ઉપયોગ કરી ત્વચાને ભીષણ ગરમીમાં પણ ઠંડક આપી અને હેલ્ધી બનાવી રાખવાનું કામ કરે છે.
કાળઝાળ ગરમીમાં આ ધરેલું ફેસપેક ચહેરાને સુંદરતા સાથે ઠંડક પ્રદાન કરશે
ઉનાળામાં ટ્રાય કરો આ ઠંડક પ્રદાન કરતા ફેસપેક
કાળઝાળ ગરમીમાં આપશે ઠંડક
જાણો હોમ મેડ ફેસપેકની પધ્ધતિ
ઉનાળામાં ત્વચાની દેખરેખ કરવી ખૂબ જ જરૂરી છે. હાનિકારક યુવી કિરણો ત્વચાને ખૂબ નુકસાન પહોંચાડે છે. તાપ અને ધૂળના કારણે ત્વચા ટેન થઈ જાય છે. તે ઉપરાંત ત્વચા પર ફોલ્લીઓ, ખીલ, બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સ જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એવામાં તમે કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાની જગ્યા પર હોમમેડ ફેસપેકનો ઉપયોગ પણ કરી શકો છો.
આઈસ વોટર ફેશિયલ: જો તમે બરફના પાણીથી ચહેરો ધોઈ લો અને ચહેરા પર બરફ ઘસો તો તેનાથી ત્વચાને ઘણો ફાયદો થાય છે. આ જ કારણ છે કે સ્કિન કેર માટે આજકાલ બરફના પાણીના ફેશિયલ ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે.
- Advertisement -
કેળા અને સંતરાનું ફેસ માસ્ક: કેળાને મેશ કરી લો, કેમાં ફ્રેશ સંતરાનો રસ મિક્ષ કરી લો. ત્યાર બાદ ફેસ માસ્કમાં મધ મિક્સ કરો. તેને તમારા ચહેરા પર લગાવો. તેને 15થી 20 મિનિટ સુધી ચહેરા પર લગાવી રહેવા દો. ત્યાર બાદ ધોઈ લો.
બદામ અને ગુલાબજળનું માસ્ક: 10-12 બદામ લો. તેને આખી રાત પાણીમાં પલાળીને રાખો. ત્યાર બાદ બદામની છોલી તેની પેસ્ટ બનાવી લો. આ મિશ્રણમાં ગુલાબ જળ મિક્ષ કરો. તેને ચહેરા પર લગાવો. તેને 20 મિનિટ માટે ત્વચા પર લગાવી રાખો. ત્યાર બાદ તેને પાણીથી ધોઈ લો.
ખીરા કાકડી અને લવન્ડરનું માસ્ક: ખીરા કાકડી લવન્ડર ફેસ માસ્ક તમારી ત્વચાને ડીપ હાઈડ્રેટ કરવાનું કામ કરે છે. આ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ખીરાની સ્લાઈઝને મિક્સરમાં નાખીને પેસ્ટ બનાવી લો. તેમાં એલોવેરા જેલ અને લવન્ડર એસેન્શિયલ ઓયલ નાખો. તેને તમારા ચહેરા પર લગાવો. તેને 15 મિનિટ માટે ત્વચા પર લગાવી રાખ્યા બાદ તેને ધોઈ લો.
- Advertisement -

બટાકાનું ફેસપેક: એક બાફેલા બટાકાની છાલ કાઢીને તેને ક્રશ કરી લો. તેમાં બેસન અને એલોવેરા જેલ મિક્ષ કરી આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો. 30 મિનિટ બાદ ધોઈલો. આ માસ્ક તમારા ચહેરાને હાઈડ્રેટ અને પોષણ આપવાની સાથે સાથે દાગ-ધબ્બા, કાળા ધબ્બાને દૂર કરવાનું કામ કરે છે. તમે અઠવાડિયામાં 2 વખત તેનો ઉપયોગ કરી શકો છો.

મુલ્તાની માટી ફેસ માસ્ક: મુલ્તાની માટી ગરમીઓમાં પિંપલ્સ માટે શાનદાર હોમમેડ ફેસ ટ્રીટમેન્ટ છે. આ વધારાનું ઓઈલ કંટ્રોલ કરવાનું કામ કરે છએ. તેના માટે એક બાઉલમાં 2 મોટા ચમચા મુલતાની માટી અને 2 મોટા ચમચા ટામેટાનો રસ મિક્ષ કરો. તે બાઉલમાં એક ચપટી ચંદન અને એક ચપટી હળદળ પાઉડર મિક્ષ કરો. આ મિશ્રણને તમારા ચહેરા પર 10થી 15 મિનિટ સુધી લગાવી રાખો ત્યાર બાજ પાણીથી ધોઈ લો.



