ગરબા કિંગ મૃદુલ ઘોષ, અનિતા શર્મા, જયેશ દવે, જયમંત દવેના તાલે યૌવનનો થનગનાટલ, સાઉન્ડ સિસ્ટમના સથવારે ખેલૈયાઓ દિલ ખોલીને નવા નવા સ્ટેપ્સ પર ફ્રી સ્ટાઇલ ગરબા રમ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનું હ્રદય સમા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્રના નંબર-1 એવા અબતક-સુરભી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓના માનીતા એવા અબતક-સુરભી રાસોત્સવમાં નવરાત્રિના બીજા દિવસે હૈયે હૈયું દળાયું હતું. અબતક-સુરભિમાં છલડો- ડાકલા- ભકિત- વંદે માતરમની છલકાતી જમાવટ જોવા મળી હતી. ખેલૈયાઓને પ્રાચીન અર્વાચીન ગરબા ગીત અને માતાજીના ડાક ડમરુંની ધૂન પર મન મૂકીને ખેલાવ્યા હતા. વિશાળ ગ્રાઉન્ડમાં કોઈ પણ અગવડ વગર યુવા યુવતીઓએ ઉત્કૃષ્ટ વ્યવસ્થાનો અહેસાસ કરીને મોકળા મને રસોસ્ત્સવ માણ્યો હતો. સાઉન્ડ સિસ્ટમના સથવારે ખેલૈયાઓ દિલ ખોલીને નવા નવા સ્ટેપ્સ પર ફ્રી સ્ટાઇલ ગરબા રમ્યા હતા.
ગણતરીની મિનિટોમાં આખુ ગ્રાઉન્ડ રાસ રસિકોની છલકાઈ ગયું હતું. સુરીલા ગાયક કલાકારો ગરબા કિંગ મૃદુલ ઘોષ, અનિતા શર્મા, જયેશ દવે, જયમંત દવેના તાલે ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી. સૌરાષ્ટ્ર સાઉન્ડ બાય અર્જુન મેર તથા રિધમ ગૃપના ઈમરાન કાનીયા સુરમાં સુર પુરાવી નવા મધુબંસી અને છલડાના રાઉન્ડમાં ખેલૈયાઓને નવું જોમ ચડ્યું હતું.
રાજકોટમાં સૌપ્રથમવાર એમ.આઇ.બાર એન્ટ્રી ગેટનાં આકર્ષક કોન્સેપ્ટ સાથે અબતક-સુરભિ રાસોત્સવનો ભવ્ય પ્રારંભ થયો હતો. છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં ખેલૈયાઓનાં ફેવરીટ ડેસ્ટીનેશન તરીકે અબતક-સુરભિ રાસોત્સવની બોલબાલા વધતી રહી છે. મોકળાશથી ગરબે ઘૂમી શકાય તેવું વિશાળ અને સમથળ, ગ્રીન નેટવાળુ ગ્રાઉન્ડ, હાઇ ફાઇ સાઉન્ડસિસ્ટમ, રોશની ડેકોરેશન અને ખાસ તો જીલ એન્ટરટેઇન્મેન્ટ રાજકોટની બેસ્ટ ટીમનાં સથવારે અબતક સુરભિ રાસોત્સવનું આ વર્ષનાં જાજરમાન આયોજન માટે સિઝન પાસનું વેંચાણ શરૂૂ થઇ ચૂકયું છે. આયોજક સતીષભાઈ મહેતા, વિજયભાઈ વાળા, વિશુભાઈ વાળા, પંકજભાઇ સખીયા, ગૌરાંગભાઈ બુચ, નિલેશભાઇ પાઉં, હિરેનભાઈ અકબરી, જયેશભાઇ રાવરાણી, હિરેનભાઇ સોની, અશ્ર્વિન ભુવા, જીગર ભટ્ટ સહિતની ટીમ આ રાસોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. પ્રથમ નોરતે વિજેતા બનેલા પ્રિન્સ અને પ્રિન્સેસને લાખેણા ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર સાઉન્ડનાં સથવારે ઓરકેસ્ટ્રા જિલ એન્ટરટેઇન્મેન્ટનાં ધમાકેદાર પરફોર્મન્સને માણવા રાજકોટિયન્સમાં અબતક- સૂરભિ રાસોત્સવ-2023માં ગજબનો ઉત્સાહ વર્તાયો હતો.