6 ગાયકો, સાજીંદાઓની જુગલબંધી, લેટેસ્ટ સાઉન્ડ સીસ્ટમનાં સથવારે મહેમાનોને પણ મોજ પડી
ખાસ-ખબર સંવાદદાતા
જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવનાં બિજા નોરતે અમદાવાદ તથા રાજકોટનાં ગાયક-ગાયિકાઓએ સુપ્રસિધ્ધ સંગીતકાર પંકજભાઈ ભટ્ટની રાંહબરી હેઠળ મ્યુઝીક એરેન્જર, સાજીંદાઓએ કી બોર્ડ, ડ્રમ, ઢોલ, નગારા સહીતનાં વાજીત્રોની જુગલબંધી રચીને સાથે ધરા ધ્રુજાવતી હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ દ્વારા ઉપસ્થિત ખેલૈયાઓને રાસે રમવા મજબુર કરી દીધા હતા. ખેલૈયાઓની સાથે ઉપસ્થિત મહેમાનો, આમંત્રીતો રોમાંચનો અનુભવ કરી રહયા હતા. હિન્દી, ગુજરાતી, ભાતીગળ, છંદ-દોહા નો સમાવેશ કરી એકથી એક ચડીચાતા ગીતો સાથે દેશ ભકિતનો માહોલ રચતા ગીતો દ્વારા દર્શકો તિરંગાઓ લહેરાવી મેદાનમાં રાષ્ટ્રભકિતનો માહોલ બનાવ્યો હતો. આમંત્રીત મહેમાનો તથા જૈનમ્ કમીટી મેમ્બરોની બહોળી હાજરી વચ્ચે માં જગદંબાની આરતી સાથે રાસોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરકાશ્રીની ગાઈડલાઈન મુજબ ઓછી સમય મર્યાદાનાં રાઉન્ડ રાખીને ખેલૈયાઓને પુરતો આરામ પણ મળે તેવી તકેદારી રાખીને રાસ યોજવામાં આવે છે. બીજા નોરતે વિજેતા ખેલૈયાઓને ઉપસ્થિત આગેવાનો સર્વ મીનાબેન પ્રવિણભાઈ કોઠારી, પ્રવિણભાઈ કોઠારી, જુગલભાઈ દોશી, કાજલબેન દોશી, કૌશીકભાઈ કોઠારી, પ્રણવભાઈ મહેતા, તોરલબેન મહેતા, બકુલેશભાઈ મહેતા, વર્ષાબેન મહેતા, ધવલભાઈ શાહ, રોનકભાઈ શાહ, દેવલ શાહ, હર્ષભાઈ ગાંધી, અમીબેન ગાંધી, કૌશીભાઈ શાહ, બેલાબેન શાહ, હેમલભાઈ કામદાર, વિશાલભાઈ વસા, વૈભવભાઈ સંઘવી, તેજલ સંઘવી, દિવ્યેશભાઈ મહેતા, ઝરણાબેન મહેતા, ધર્મેશભાઈ શાહ, ફાલ્ગુનીબેન શાહ, કિર્તીભાઈ દોશી દેવાંશી કોઠારીનાં હસ્તે અભિવાદન કરવામાં આવેલ હતું. આજરોજ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી ઉદ્યોગપતિ મનીષભાઈ મડેકા, સોનમ કર્વાટીનાં જયેશભાઈ શાહ, પ્રવિણભાઈ કોઠારી, યુનિટી સીમેન્ટનાં નિમેશભાઈ ચોવટીયા, હીરેનભાઈ દોશી, જેનીશભાઈ અજમેરા સહીતનાં આમંત્રીત મહેમાનશ્રી ઉપસ્થિત રહયા હતા. જેમને જૈનમ્ કામદાર નવરાત્રી મહોત્સવનાં આવા સુંદર આયોજનની ખૂબ જ સરાહના કરી હતી.