કેન્દ્ર સરકાર હેઠળ આવનાક Group B અને Group Cમાં આવનાર Non-Gazetted Employeesને પણ બોનસ મળે છે. તેના ઉપરાંત Adhoc Bonusનો ફાયદો કેન્દ્રીય અર્ધસૈનિક બળના કર્મચારીઓને પણ આપવામાં આવે છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી આપી દીધી છે. દિવાળી પહેલા આ સરકારની તરફથી કેન્દ્રીય કર્મચારીઓને એક મોટી ભેટ છે. નાણાકીય મંત્રાલયે મંગળવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 2022-23 માટે આ બોનસની ગણતરી માટે વધારે સીમા 7,000 રૂપિયા નક્કી કરી છે.
- Advertisement -
આ કર્મચારીઓને મળશે બોનસ
મહત્વનું છે કે કેન્દ્ર સરકાર હેઠળ આવનાર Group B અને Group Cમાં આવનાર Non-Gazetted Employeesને પણ બોનસ મળે છે. તેના ઉપરાંત Adhoc Bonusનો ફાયદો કેન્દ્રીય અર્ધસૈનિક બળના કર્મચારીઓ અને આર્મ્ડ ફોર્સને પણ આપવામાં આવે છે. આ બોનસમાં 30 દિવસની સેલેરી બરાબર પૈસા મળે છે.
ઓફિસ ઓર્ડરમાં શેર કરવામાં આવી જાણકારી
આ સંબંધમાં એક ઓફિસ ઓર્ડરમાં નાણામંત્રાલય હેઠળ આવનાર ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેંડિચરની તરફથી જાણકારી શરે કરતા કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022-23 માટે 30 દિવસની સેલેરી બરાબર નોન-પ્રોડક્ટિવિટી સાથે જોડાયેલા બોનસ ગ્રુપ સીમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવ્યું છે અને ગ્રુપ બીના બધા નોન ગેજેટેડ કર્મચારી, જે કોઈ પણ ઉત્પાદન સાથે જોડાયેલી બોનસ યોજના અંતર્ગત નથી આવતા તેમને પણ તેનો લાભ મળશે.
બોનસની સાથે મળી શકે છે આ ભેટ
એક બાજુ જ્યાં દિવાળી પહેલા પીએમ મોદીના નેતૃત્વ વાળી સરકારે કેન્દ્રીય કર્મચારીઓની દિવાળીને રોશન કરવાની તૈયારી કરી લીધી છે ત્યાં જ બીજી એક મોટી જાહેરાત આજે બુધવારે સરકારની તરફથી કરવામાં આવી શકે છે.
- Advertisement -
જી હાં, સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને મોટુ એલાન કરી શકે છે. આશા રાખવામાં આવી રહી છે કે આ વખતે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે.