ઉપરાંત 25 ઇલેક્ટ્રિક બસનો શુભારંભ: વોટર વર્કસના 3 અને ડ્રેનેજના 2 વિકાસ કામોનું લોકાર્પણ
ખાસ-ખબર સંવાદદાતા
તા.04-09-2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના રૂ.333.12 કરોડના જુદાજુદા વિકાસ કામોના લોકાર્પણ- ખાતમુહુર્ત તેમજ 25 ઇલેક્ટ્રિક બસનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવશે. આ અવસરે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિ અને આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનો સંયુક્ત ડાયસ કાર્યક્રમ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે યોજાશે. જાહેર પરિવહન માટે રૂ.30 કરોડના ખર્ચે નવી 25-ઇલેક્ટ્રીક બસનો શુભારંભ, બાંધકામના કુલ 05 અને વોટર વર્કસના 03 વિકાસ કામોનું તથા ડ્રેનેજના 02 વિકાસ કામોનું લોકાર્પણ કરશે જ્યારે બાંધકામના કુલ 19 વિકાસ કામો, વોટર વર્કસના કુલ 06 વિકાસ કામો અને ડ્રેનેજના કુલ 02 વિકાસ કામોનું ખાતમુર્હુત કરશે.
- Advertisement -
સિવિલમાં 10 કરોડના ખર્ચે બનેલો કેથલેબ-કાર્ડિયોલોજી વિભાગ ખુલ્લો મુકાશે
રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ સ્થિત પી.એમ.એસ.એસ.વાય.બિલ્ડીંગ ખાતે કેથલેબ – કાર્ડિયોલોજી વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રોજ ખુલ્લો મુકશે. આ અતિ આધુનિક કેથ લેબમાં હ્રદયરોગના જટિલ ઓપરેશન જેવા કે એન્જીયોગ્રાફી, કોમ્પ્લેક્ષ એન્જિયોપ્લાસ્ટી, પેસમેકર તેમજ હૃદય સંબંધિત અન્ય તમામ બીમારીઓનું નિદાન તેમજ સારવાર આયુષ્માન કાર્ડ અંતર્ગત કરવામાં આવશે.