રાજકોટ શહેર LCB ઝોન-1 PSI બી.વી. બોરિસાગર અને તેમની ટીમની કાર્યવાહી
ગાંધીધામ, લોધિકા, મેટોડા, માળિયા, ટંકારા, લીંબડી હાઇવે, રાજકોટ શહેરના કેટલાક વિસ્તારોમાં ગુનાને અંજામ અપાયો હતો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કચ્છ, મોરબી અને રાજકોટમાં મોબાઇલની ચીલ ઝડપના 53 ગુનાના ભેદ ઉકેલાયા છે. જે ગુનામાં બેલડી ઝડપાઇ છે. ગાંધીધામ, લોધિકા, મેટોડા, માળિયા, ટંકારા, લીંબડી હાઇવે, રાજકોટ શહેરના કેટલાક વિસ્તારોમાં ગુનાને અંજામ અપાયો હતો. 3 લાખની કિંમતના 53 ફોન જપ્ત કરાયા છે. કોન્સ્ટેબલ રવિરાજભાઈ પટગીર, સત્યજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજાની બાતમીના આધારે રાજકોટ શહેર એલસીબી ઝોન-1પીએસઆઇ બી.વી. બોરીસાગર અને તેમની ટીમેં કાર્યવાહી કરી હતી.
આ અંગે મળતી વિગત મુજબ રાજકોટ શહેરમાં ભક્તિનગર પોલીસ વિસ્તારમાં કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસેથી મોબાઇલની ચીલ ઝડપનો બનાવ બનેલો. જે ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી ઝોન 1 સજનસિંહ પરમારની સૂચનાથી એલસીબી ઝોન 1ની ટીમ તપાસમાં હતી દરમિયાન બાતમીના આધારે વિમલ સતિષ અગ્રાવત (ઉ.વ.20, રહે.નાણાવટી ચોક, સરકારી આવાસ યોજના ક્વાટર્સ ક્વા.નં-160, 150 ફુટ રીંગ રોડ રાજકોટ) અને નાઝીર જુસબભાઇ નગામળાજા (ઉ.વ. 19 રહે. રૂખડીયાપરા, ફાટક પાસે, જગાભાઇની દુકાન પાસે રાજકોટ)ન8 ધરપકડ કરી 51 મોબાઈલ ચોરીનો ભેદઉકેલાયોહતો.