પોલીસ કમિશનર કચેરી પાસે બાઈક પર સ્ટંટ કરનાર બન્ને યુવાનોને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી
‘બાપકી નજરો મેં નાલાયક હૈ હમ, યારો કે યાર ભલા ખલનાયક હૈ હમ’
- Advertisement -
સાતમ આઠમના તહેવાર દરમિયાન ફેમસ થવા માટે રેસકોર્સ રીંગ રોડ પર રીલ બનાવી હતી
ખાસ-ખબર સંવાદદાતા
હાલ યુવાનોમાં એક જબરજસ્ત ક્રેઝ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વધુ લાઇક મેળવવા યુવાનો અવનવા કિમિયા કરતા હોય છે. ઘણી વખત ફેમસ થવા માટે લોકો કાયદાનો ભંગ પણ કરે છે. ત્યારે રાજકોટમાં પોલીસ કમિશનર કચેરી નજીક જ રાત્રીના સમયે બાઈક સવાર બેલડીનો સ્ટંટબાજી કરતો હોવાનો વીડિયો વાયરલ થતા એ ડિવિઝન પોલીસે બાઈકસવાર બેલડીને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યુ હતુ. જાણવા મળતી વિગતો મુજબ રેસકોર્ષ રીંગ રોડ પર પોલીસ કમીશનર કચેરી પાસે જ રાત્રીના બાઈક સવાર બેલડી દ્વારા સ્ટંટબાજી કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો જેમા “બાપકી નજરો મેં નાલાયક હૈ હમ, યારો કે યાર ભલા ખલનાયક હૈ હમ” જેવા ગીતો સાથે પોલીસને ચેલેન્જ કરતો હોવાનુ બહાર આવતા એ ડિવિઝન પીઆઈ જોશી સહીતના સ્ટાફે તપાસ કરી બાતમીના આધારે દુધસાગર રોડ પર રહેતો જયદીપ મુકેશભાઈ વસનાણી અને કુબલીયાપરામાં રહેતો રોહન સચીનભાઈ પરમારને ઉઠાવી લઈ પુછપરછ કરતા તેણે સાતમ આઠમના તહેવાર દરમિયાન રેસકોર્સ રીંગ રોડ પર રીલ બનાવવા માટે સ્ટંટબાજી કરી હોવાનુ જણાવતા પોલીસે બંનેની ધરપકડ કરી કાયદાનુ ભાન કરાવ્યુ હતુ. જો કે, સ્ટંટબાજી કરનારા બન્ને યુવાનોએ પોલીસ પાસે માંગી માફી હતી અને અન્યને પણ કાયદા હાથમાં ન લેવા માટે વિનંતી પણ કરી હતી.